________________
ચીન કાવ્યભેદ વગેરે વિષયે વર્ણવી કવીશ્વરે પિતાને આ ગ્રન્થ વિશેષ કરીને વિકસિત કરેલ છે તેથી અત્યંત સંતોષ થાય છે.
છેવટે આશા રાખું છું કે વર્તમાન કવિમાન્ય પુરૂષ અને બીજા યથાર્થ કવિ થવાની વાંછનાવાળા પુરૂષે જે આ ગ્રન્થને અભ્યાસ કરશે તે તેઓ પોતાને ઉદ્દેશ સાધવાને શક્તિવાન થશે.
વિજયધર્મસૂરિઃ મહા મહોપાધ્યાય શીઘ્રકવિ શંકરલાલ માહેશ્વરના પરીક્ષકપણુંનીચે ઉત્તીર્ણ થએલ પશસંપન્ન અત્રેની વેદપાઠશાલાના શાસ્ત્રીજી ચતુર્ભુજ શિવશંકર કવિરાજના કાવ્યશાસ્ત્રનું અવલોકન કરી નીચે પ્રમાણે કવિરાજને વિજય ઈચ્છે છે.
શ્રીરિક यो नित्यं विदतां मुदं हृदि दधत् साहित्यपाथो निधिम् बुद्धया मन्दरकन्दरि प्रबलवत्योन्मथ्यमन्थोद्भवाम् । काव्यं दिव्यसुधां सुधातुरतरे पृथ्वीतले पायय सश्रीशन्नथुराम सुन्दर जयस्तात्तजयस्सर्वदा ॥
જેઓ હમેશાં મંદર પર્વતની માફક મંથન કરવામાં પ્રબલ એવી બુદ્ધિથી સાહિત્યસમુદ્રનું મંથન કરી સુધાના પાનમાં આતુર એવા, પૃથ્વીતલમાં સાહિત્યવિદ્દ પુરૂષને મંથન કરતાં ઉત્પન્ન થયેલ કાવ્યરૂપ દિવ્યસુધાનું પાન કરાવી તેઓનાં હૃદયને હર્ષિત કરી, ક્ષીર સાગરનું મંથન કરી દેને અમૃતપાન કરાવનાર લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનનું અનુકરણ કરે છે, એવા શ્રીમાન નથુરામ સુન્દરજી કવિરાજને સર્વદા વિજય વર્તે.
सेदानी च चरीकरीति सुमनस्स्वान्तं मुदा मज्जितम् प्रारभारं रसरीतित्तिगुणलक्ष्मालंकृतीनां दिशन् । स्वे कार्य सुमहत् प्रबन्धउररीकृत्यात्र साहित्यवित्
ब्रह्मानन्नथुराम मुन्दर जयस्तात्तजयस्सर्वदा ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com