________________
नाव्यशास्त्र संबंधी अभिप्राय.
श्री वक्रनेर वास्तव्य, कविराज विनिर्मितम् विलोकितं मयाप्रीत्या, नाट्यशास्त्र मनूपमम् ॥ १ ॥ यद्यप्यस्ति नाट्यशास्त्रं, भरतस्य महामुनेः संस्कृतत्वादगम्यं तत् प्रायस्तद विदांनृणाम् ॥ २ ॥ श्रीमता नथुरामेण निबद्धं मातृभाषया उपकारं सुगम्यत्वात् कुर्यान्मन्द धियामपि ॥३॥ गुफाशुद्धादि दोषस्तु मुत्यजः पुनरावृत्ती सुव्यवस्थं परंसर्व दृष्ट्वा को नैव मोदते ॥४॥ नूनं गूर्जर साहित्ये विभ्रच्छोभा मनुत्तमाम इदं शास्त्रं तनोत्यत्र लेखकस्ययशः श्रियम् ॥ ५ ॥
શ્રી વાંકાનેર નિવાસી કવિરાજે બનાવેલ અને જેની ઉપમા ન આપી શકાય તેવા નાટ્યશાસ્ત્રને મેં પ્રીતિથી અવલેહ્યું.
જે કે ભરત મહામુનિ કૃત નાટ્યશાસ્ત્ર છે. તે પણ તે સંસ્કૃત ભાષામાં લખાએલ હોવાથી સંસ્કૃત નહિ જાણનારા પુરૂષને અગમ્ય અર્થાત્ ન સમજી શકાય તેમ છે. આવા પ્રસંગમાં શ્રીમાન નથુરામે ગર્જર ભાષામાં સારી રીતે સમજી શકાય તેવું પુસ્તક રચીને મન્દ બુદ્ધિવાળા પુરૂષે ઉપર ઉપકાર કરેલ છે. મુફ શુદ્ધ કરવામાં જે દેષ છે તે બીજી આવૃત્તિમાં સહેલાઈથી ત્યાગ કરી શકાય તેમ છે, પરંતુ આ પુસ્તકમાં સર્વ કંઈ સુવ્યવસ્થિત જોઈને કોણ આનંદ નહિ પામે? ખરેખર ગુર્જર સાહિત્યમાં અતીવ ઉત્તમ શેભાને ધારણ કરી રહેલ આ શાસ્ત્ર આ લેકમાં લેખક કવિરાજ નથુરામ સુંદરજીની યશ લક્ષ્મીના વિસ્તાર કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com