________________
કબ્દશક્તિઓ.
कालविशेष व्यंग्य.
યથા. રકી રહી છે શિદ સખી બ્રહીં હાથથી શિરતાજને, ૪ હું જમાન હવે જવા દે આ સમય યદુરાજને, હરિ આવશે ફરી રીઝવશે તુજ હૃદય અતિ અનુરાગથી, ભા થવાની ભેટ પાછી તુરતમાં વનબાગથી.
આહીં બીજી જગેએ ભેટ થવાનું નહીં બતાવતાં વનબાગથી ભેટ થશે એમ લખ્યું એઉપરથી વસંતઋતુ વ્યંજિત થાય છે. કામદીપનને લીધે નાયક તુરતમાં તને મળશે એ વ્યંગ્ય છે.
चेष्टाविशेष व्यंग्य.
યથા. નમણી નવેલી કઈ નવી કસવાને મિષે, આશકને અંગ બધાં ઉમંગે બતાવતી, કામવશ બન ગ્રહી પિતાને કરેંથી કુચ, મુદભર જાન સાથ જાનુને મિલાવતી; લલચાતી, લજાતી, દબાતી અધર દંતે, દિલમાંહિ અનહદ ચાહને દ્રઢાવતી; કેશપર હાથ રાખી પગમાં નજર નાખી,
સૂના ઘર ભણી ચાલી ભાવે મન ભાવતી.
આ છંદમાં ઉપરના ત્રણ પદોથી નાયિકા અંગચેષ્ટા વડે પોતે કામાતુર બનેલી છે એવું બૅર્જિત થાય છે. બાદ કેશપર હાથ મૂકી નાયકને સૂચવે છે કે “અંધકાર વખતે,” પગમાં નજર નાંખી સૂચવે છે કે “તમારે પગે પડું છું,” અને સૂના ઘરભણી ચાલી સૂચવે છે કે “આ એકાંત ગ્રહ કેલિગ્ય છે.” માટે ત્યાં અવશ્ય આવવું ઈત્યાદિ ગ્ય. ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com