________________
કાવ્ય શાસ્ત્ર. ૧૩ કઈ સ્થળે અભિન્નતાને લીધે પણ એકજ અર્થ થાય છે જેમકે “ગા કપૂર અને મા પક્ષ” અહી રજૂર અને પક્ષની અભિન્નતાને લીધે પક્ષનો “પાંખ” એજ અર્થ થાય છે. પક્ષ એટલે પખવાડીયું નહિ અને જે “શુક ” હોય તે પક્ષને અર્થ પખવાડીયું થાય, પાંખ નહિ.
૧૪ અનેકાર્થ શબ્દના અર્થને નિર્ણય ન રહે ત્યાં વિશેષાર્થ સ્મૃતિહત થાય છે.
યથા
इन्द्रशत्रु. આંહી પૂર્વપદ ઈન્દ્ર શબ્દના ઉદાત્ત સ્વરથી ઉચ્ચારણ કરે તે “ઈન્દ્ર છે શત્રુ જેને ” આવા અર્થમાં અભિધાનું નિયમન થશે. અને ઉત્તર પદ શત્રુ શબ્દના ઉદાત્ત સ્વરથી ઉચ્ચારણ કરીએ તે “ઈન્દ્રને શત્રુ”. આ અર્થમાં વાચકતાનું નિયમન થશે.
મિ. શબ્દ ત્રણ પ્રકારના છે. વાચક, લક્ષક અને વ્યંજક સંકેત કરેલ અર્થને સાક્ષાત્ કહે એ શબ્દ વાચક છે. જેમકે સંકેત કરેલ શંખ ગ્રીવાદિ આકારવાળા અને ઘટશબ્દ સાક્ષાત્ કહે છે, એથી ઘટ શબ્દ ઉક્ત અર્થને વાચક છે, અર્થાત્ કહેવાવાળે છે. વાચક શબ્દના અર્થને વાચ્યાર્થી કહે છે. વાચકશબ્દમાં ઉક્ત અર્થને બોધ કરાવવાની શક્તિ અર્થાત્ સામર્થ્યને વૃત્તિ કહે છે. અહી વૃત્તિ અર્થાત્ વ્યાપાર સંકેત છે. સંકેત તે ઘટાદિ શબ્દોથી શંખ ગ્રીવાદિ આકારવાળા પદાર્થોનું જ્ઞાન હોવું જોઈએ એવી નામ રાખવાવાળાની ઈચ્છા છે. કારણ જેના દ્વારા કાર્ય કરે એને વ્યાપાર કહે છે. જેમકે ઘટ બનાવવામાં ઘટ તે કાર્ય છે. મૃત્તિકા કુલાલ, દંડ ચક આદિ કારણ છે. એ કારણ જમી ઇત્યાદિ દ્વારા ઘટ બનાવે છે. એથી ભ્રભી ઈત્યાદિ કારણ છે, અર્થને બેધ કાર્ય છે, અભિધા અને લક્ષણ વ્યંજના વ્યાપાર છે.
સંકેત અને અભિધા એ પર્યાય શબદ છે, ન્યાયશાસ્ત્રમાં શક્તિનું આ લક્ષણ કર્યું છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com