________________
પ્રાચીનમતાનુસાર કાવ્યલક્ષણ. સમજવાવાળાને આનંદ પ્રાપ્ત થાય છે. કઈ વ્યક્તિવિશેષને જ થત નથી. જે કંઈ કહેશે કે “તમારે ત્યાં પુત્ર ઉત્પન્ન થયે” આ વાકયથી પણ જેટલા લેકેથી કહેવાય તે સર્વને આનંદ ઉત્પન્ન થશે. તે એને ઉત્તર એ છે કે જેટલા લોકથી આ વાત કહેવાશે એટલા અર્થ એના બદલાતા જશે. અર્થાત્ “તમે”નો અર્થ ભિન્ન ભિન્ન મનુષ્યના સંબંધથી ભિન્ન ભિન્ન થશે. જેમ દેવદત્તથી આ વાક્ય કહ્યું હોય તે “તમે” ને અભિપ્રાય દેવદત્ત થશે. અને જે કાળીદાસથી કહ્યું હોય તો એને અર્થ કાળીદાસ થશે, તે આવી દશામાં એમ નથી સિદ્ધ થઈ શકતું કે “તમારે ત્યાં પુત્ર ઉત્પન્ન થયે. આ એકજ વાક્ય સર્વ સમજવાવાળાઓને આનંદ આપે છે. હવે જે કોઈ કહે કે કાવ્યથી પણ તેના જેટલા સમજવાવાળા છે તે સર્વને આનંદ થતું નથી. અમુકને થાય છે, અને અમુકને નથી થતા. તે એને ઉત્તર એ છે કે કાવ્યના સબંધમાં સમજવાવાળા તેજ લેકે સમજવા જોઈએ કે જે સમજીને એને આનંદ પ્રાપ્ત કરી શકે. પણ સાધારણ એવા કે ન ગણવા કે જે અર્થ માત્ર સમજે, જેમ ગાયનના સબંધમાં એવા લેકેને સમજદાર ને સમજવા કે જે ગાવાવાળાના શબ્દોને જ માત્ર સમજી લે. આ સિવાય અમે તે એમ સમજીએ છીએ કે કાવ્યને અર્થ જે જોઈએ તે સમજી લેવાથી સર્વ લેકેને તેને ન્યૂનાધિક આનંદ પ્રાપ્ત થાય છે.
આ બે વાતે લોકિક અને અલૌકિક આલ્હાદના પૃથક કરવામાં આશા છે કે કંઈ સહાયતા દેશે. વાસ્તવમાં આ એ સૂક્ષમ વિષય છે કે કંઈ કહી શકાતું નથી. આ વાત અમે કેવળ સાહસ કરીને અ નિમિત્ત લખી દીધી છે, કે અધિક બુદ્ધિવાળા મહાશયે આ ઉપર વિચાર કરીને આના યથાર્થ હોવા ન હોવાને નિર્ણય કરે અને આ સિવાય બીજી જે જે વાતે છે તે સંબંધમાં વિચારી શકે અને નિશ્ચય કરે.
આ ઠેકાણે એટલું કહી દેવું આવશ્યક છે કે કેવળ શબ્દ ચમત્કૃતિવાળા વાકામાં રમણીયતા હવાની તથા ન હોવાની સર્વ લેકેની એક સંમતિ નથી. કેમકે ભિન્ન ભિન્ન લેકેની રૂચિ ભિન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com