________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ.
પહ
અમારી સમજમાં વાક્યના લક્ષણમાં વાકયના રસયુક્ત થવાના નિયમ કરવા અયુક્ત છે. કેમકે જે લક્ષણ રસનું સાહિત્યકારોએ કર્યું" છે એને અનુસાર જો વિચાર કરીએ તે ઘણાં કાળ્યા એવાં મળી આવે છે કે જેમાં આ લક્ષણની અભ્યામિ છે. રસના લક્ષણ કવિ લાકાએ આ પ્રમાણે કર્યાં છે.
विभावेनानुभावेन व्यक्तः संचारिणा तथा । रसतामेति रत्यादिः स्थायीभावः सचेतसाम् ||
साहित्यदर्पण. વિભાવ વર્ડ, અનુભાવ વડે તથા સંચારી વડે રત્યાદિસ્થાયીભાવ વ્યક્ત થાય તેને સહૃદય પુરૂષા રસ કહે છે.
रोध करे सब करनकों, जो सुख औरे काम । आदि विभावसों मिल्यो सो रस है अभिराम || मिलि विभाव अनुभाव अरु संचारी जे आन । उपजावत रस रुचिर यों, ज्यों निज अंगनि मान ॥
सभा प्रकाश.
જે કની સ અન્ય કામનાએના સુખના રોધ કરે અને વિભાવ આદિથી મળેલા હાય તે રસ.
વિભાવ, અનુભાવ અને અન્ય જે સંચારી તેનાથી મળી રૂચિર રસ એવી રીતે ઉપજાવે કે જેમ પેાતાના અંગમાં માડુ વગેરે અવયા છે. મતલષ્ઠ ખાડું વગેરે અવયવા અંગમાં છે, છતાં નામથી ભિન્ન છે. તેમ વિભાવ, અનુભાવ સંચારી આઇ રસમાં સમજવા. मिलि विभाव अनुभाव अरु, संचारी सु अनूप । व्यक्त करें थिरभाव जहँ, सोइ रस सुखरूप ॥
रस रहस्य.
વિભાવ, અનુભાવ અને ઉપમા ન અપાય એવા સંચારીથી મળી સ્થિર ભાવને જ્યાં બ્યુત કરે તે સુખરૂપ રસ જાણવા.
હવે જો આ લક્ષણા ઉપર ધ્યાન દીધા પછી નીચે લખેલી કવિતાઓ ઉપર વિચાર કરીએ તે નિ:સ ંદેહ એમ કહેવુ પડશે કે આમાં ઉક્ત લક્ષણેના લક્ષ્ય રસના અભાવ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com