________________
સ્વર્ગસ્થ શેઠ હરજીભાઇ રાજાજીના
જીવનની રૂપરેખા
શેઠ હરજીભાઇને જન્મ ઈ. ૧૯૬૩માં માંગરોળ (વાઘરી) માં દશા ઓસવાળ જ્ઞાતિના શેઠ રાજાજી નેતાજીની પત્ની અમૃતબાઈથી થયું હતું. એમના પિતાશ્રીની ખ્યાતિ એ જિલ્લામાં સારી હતી. શેઠ હરજીભાઈ સામાન્ય રીતે ધાર્મિક અને વ્યાવહારિક અભ્યાસ કરી નાનપણમાં જ પોતાના પિતાના ધંધામાં જોડાઈને બાહોશ વેપારી તરીકે પંકાયા હતા. તેમનું જીવન પ્રમાણિક અને માયાળુ હતું. આવા જીવનથી તેઓ દરેકના મન જીતી શક્યા હતા અને તેથી જ તેઓ માંગરોળના શ્રી જૈન સંઘમાં અગ્રગણ્ય પુરુષ તરીકે ગણાતા હતા. વળી તેઓ કમિશન એજન્ટના ધંધાર્થે મુંબઈ રહેતા હતા. અને લક્ષ્મીદેવીની તેમના ઉપર માઠી મહેર હતી, છતાં પણ તેઓ ધાર્મિક અને સાદુ જીવન ગુજારતા હતા. એ જીવનની સુંદર છાપ એમણે પિતાના કુટુંબીઓ ઉપર પાડી હતી. અને તેમને તેનું જીવન શીખતા ર્યા હતા, એમણે સિદ્ધાદિ તીર્થોની યાત્રા કરી હતી, અને ગુપ્તદાન પણ સારા પ્રમાણમાં કર્યું હતું એમણે બે વખત લગ્ન ક્યાં હતા, સંતાનમાં એમને કેવળ એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી; પણ તે તે છ સાત માસમાંજ કાળને અધીન થયો હતો. તેઓ (ચર્યાશી) વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી પિતાની પાછળ પિતાનાથી નાના ચાર ભાઈઓનું વિશાલ કુટુંબ મૂકી ગં. ૧૯૯૭ના કારતક સુદ ૧ ને ગુરૂવારે નવકાર મહામંત્રના મરણ પૂર્વક દેવક પામ્યા હતા. તેમના ભાઈ એના નામ નીચે મુજબ છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com