________________
આમુખ
ગણિએ જોસણાકપની વિ. સં. ૧૬૯૬માં રચેલી સુબાધિકા નામની વૃત્તિમાંથી ઉદ્ધત કરાયેલી છે.
(૪૧) શ્રી મહાવીર સ્વામી દીક્ષિત બનતાં એમના બંધુ નંદિવર્ધન શોક કરે છે.
(૪૨) શ્રી મહાવીર સ્વામીનું નિર્વાણ સાંભળી એમના પ્રથમ ગણધર ગૌતમ ગેત્રીય શ્રીઇન્દ્રભૂતિ વિલાપ કરે છે.
(૪૩) આ કૃતિને વિષય પાઈય ખંડની ત્રીજી અને પાંત્રીસમીના વિષયથી અભિન્ન છે.
૪૪મી કૃતિના કર્તા તરીકે શ્રીરત્નાકરસૂરિનું નામ અપાય છે. એઓ તે કોણ તેને નિર્ણય કરે બાકી રહે છે, કેમકે મેટે ભાગે આ નામના બીજા પણ મુનિવરે થયા છે.'
(૪૪) આ એક અખંડ કૃતિ છે અને આત્મનિન્દા એ એને વિષય છે.
આ પ્રમાણે સંસ્કૃત ખંડને વિષયની દષ્ટિએ સંક્ષિપ્ત પરિચય પૂર્ણ થાય છે એટલે એને અંગે પણ આનુષંગિક હકીકતો વિચારી શકાય, પરંતુ સંસ્કૃત સાહિત્યક્ષેત્રનું જે ખેડાણ થયેલું છે તે જોતાં એ વિષય જતો કરું છું અને સાથે સાથે એમ ઈચ્છું છું કે ભારતીય સંસ્કૃતિ સમજવામાં અને એના પ્રાચીન સાહિત્યના રસદર્શનની મોજ માણવા માટે પાઈય ભાષા અને ગીર્વાણ ગિરા એ બંનેમાં ગુંથાયેલા સાહિત્યનો અભ્યાસ આવશ્યક હોવાથી ભારતભૂમિના અને ભારતીય વિદ્યાના અનુરાગીઓ એ અભ્યાસને યથેષ્ટ વેગ આપે. સાંકડીશેરી, ગોપીપુરા, સુરત,
હીરાલાલ ૨, કાપડિયા તા. ૨૪-૩–૪૧
૧ “ખરતર” ગ૭ના શ્રીમેધનંદનના એક શિષ્ય રત્નાકર પાઠક તરીકે પ્રસિદ્ધ છે. ચૌદમા અને સેળમા સૈકામાં રત્નાકર નામે કેટલાક મુનિએ
થઈ ગયા છે. વિશેષમાં “રત્નાકર” ગચ્છના પ્રવર્તકનું નામ પણ રત્નાકર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com