________________
૭૩
થવું પડયું, તે ધિક્કાર છે આ સંસારને. એમ વિચારી, તેમણે ચારિત્રવ્રત અંગીકાર કર્યું અને ઉગ્ર તપશ્ચર્યા તથા સંયમના પ્રભાવે તેઓ કાળ કરીને સૌધર્મ નામક પ્રથમ દેવલોકના ઈ–શકેન્દ્રપણે ઉત્પન્ન થયા. તેમના વાંસા પર થાળ મૂકી જમનાર તાપસ મૃત્યુ પામીને તે શક્રેન્દ્રને ઐરાવત હાથીનું રૂપ કરનાર એ આજ્ઞાધિન દેવ છે. અહિં અવધિજ્ઞાન વડે જોતાં તે દેવને ભાન થયું કે ગતભવમાં આ ઈ કાર્તિક શેઠ હતા, અને હું તેના વા પર જ હતો, તે આ વખતે તે મારા પર સ્વારી કેમ કરે ? એવા વિચારથી તેણે બે હાથી વિકવ્યું. જેમાંના એક પર કેન્દ્ર પિતાને દંડ મૂકી બીજા પર બેઠા. એટલે તે તાપસ દેવે ત્રીજો હાથી બનાવ્યું. એમ તાપસ રૂપ વધારતો જાય અને ઈદ્ર એકેક વસ્તુ મૂકતા જાય. આથી ઈદે અવધિજ્ઞાનથી જોયું તો તેને જણાવ્યું કે પૂર્વભવને વૈરી તાપસ દેવ થયા છે, અને પોતાના ઉચ્ચત્વપણાના અભિમાને તે આ સઘળી માયા રચે છે, આથી ઈ કે તેના પર વજન પ્રહાર કર્યો એટલે તે ઐરાવત હાથી વશ થઈ સીધે ચાલ્યા; અને વિકુલા રૂપ સંકેલી લીધા. તીર્થકરના જન્મોત્સવ વખતે, દીક્ષા વખતે, વાર્ષિક દાન આપતી વખતે તીર્થંકર પાસે ઉભા રહેવું એ વગેરે ક્રિયાઓ શકેન્દ્રને કરવાની હોય છે.
૬૦ કાલીકુમાર રાજગૃહી નગરીના શ્રેણિક રાજાની કાળી રાણીની કુક્ષિએ કાલીકુમારનો જન્મ થયો હતો. તેના ઓરમાન ભાઈ કેણિકને પિતાના પિતા શ્રેણિક રાજા પાસેથી રાજ્ય પડાવી લેવામાં તેણે મદદ કરી હોવાથી, તેને બીજા નવ ભાઈઓની માફક રાજ્યમાં ભાગ મળ્યો હતો. એટલે મગધ અને અંગ દેશનું રાજ્ય અગીયાર ભાગે વહેંચાયું હતું. કાલકુમાર પોતાના રાજ્યનો વહિવટ કેણિક પાસે ચંપાનગરીમાં રહીને કરતે. કેણિકને વિહલ્લ અને હાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com