SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ હાથી કેટલેક દૂર નીકળી ગયા પછી તેને તૃષા લાગવાથી તે એક જળાશય પાસે આવી ઉભો રહ્યો. આ વખતે રાણીએ છૂટકારાનો દમ ખેંચે. હાથી પરથી તે ધીરેથી નીચે ઉતરી અને જંગલ માર્ગે ચાલવા લાગી. તેવામાં એક તાપસે તેને જોઈ ને તાપસ ચેડા રાજાને ઓળખતો હતો. જ્યારે પહ્માવતીએ જણાવ્યું કે તે ચેડા રાજાની પુત્રી છે, ત્યારે તાપસે તેને ખૂબ આશ્વાસન આપ્યું અને ખાવા માટે ફળફળાદિ લાવી આપ્યાં. પદ્માવતીએ તે ખાધાં અને તેનો આભાર માન્યો. પછી તાપસે તેને કહ્યું: બેન, અહીંથી થોડેક દૂર ધનપુર નામે ગામ છે ત્યાં તમે જાવ. તમને ત્યાં શાંતિ મળશે. એમ કહી તાપસ તેને અર્ધ રસ્તે મૂકી ગયો. પહ્માવતી ત્યાંથી ધનપુર ગામમાં આવી અને હવે ક્યાં જવું તેનો વિચાર કરતી હતી, તેવામાં તેને એક સાધ્વીજી મળ્યા. પદ્માવતીએ હેમને વંદન કર્યું. તેનું નિસ્તેજ વદન જોઈ સાધ્વીજીએ તેને ઉપાશ્રયમાં આવવાનું સૂચન કર્યું. પદ્માવતી સાધ્વીજીની સાથે ઉપાશ્રયે ગઈ સાધ્વીજીએ તેને ધર્મબોધ આપે. પદ્માવતીનું હદય વૈરાગ્યરસથી ભિંજાયું. તેને સંસાર પર તિરસ્કાર છૂટ્યો અને સાધ્વીજીને દીક્ષા આપવાનું કહ્યું. પદ્માવતી ગર્ભવતી હતી. તે વાત તેણે સાધ્વીજીને કરી નહિ. સાધ્વીજીએ તે તેને દીક્ષા આપી. પદ્માવતી સંયમનો નિર્વાહ કરવા લાગી. થોડેક વખત વિત્યા બાદ પદ્માવતીનો ગર્ભકાળ નજીકમાં આવ્યો ત્યારે સાધ્વીજીએ વાત જાણું, એટલે તેમણે કોઈ ગૃહસ્થને ત્યાં ગુપ્ત રીતે પદ્માવતીને રાખી અને તેનો ગર્ભકાળ પૂરે કરાવ્યું. અહિં પદ્માવતીએ એક પુત્રને જન્મ આપે. સાધુ જીવનમાં પુત્રને સાથે રખાય નહિ એટલે પદ્માવતીએ તે બાળકને રત્નકાંબળમાં વીંટયું. અને પિતાના પતિના નામવાળી વીંટી તેને પહેરાવી. બાળકને લઈને તે સ્મશાન ભૂમિમાં આવી. ત્યાં બાળકને મુક્યું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy