SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારપછી કમળાવતી રાજા સાથે ચારિત્ર લઈને સંયમમાર્ગની આરાધના કરતી, ક્ષક શ્રેણિમાં પ્રવેશી અને કૈવલ્યજ્ઞાન પામી. તેજ ભવમાં મેક્ષ ગઈ ૫૬ કરકંડુ ભગધદેશની ચંપાનગરીમાં દધિવાહન નામે રાજા રાજ્ય કરતો. હતો. તે જૈન ધર્મી ચેડા રાજાની પુત્રી પદ્માવતીને પરણ્યો હતે.. એકવાર પદ્માવતીને ગર્ભકાળમાં રાજાનો પિશાક પહેરી માથે છત્ર ધરી ઉદાનમાં ક્રીડા કરવા જવાનો દોહદ થયો; પણ આ વાત તેનાથી રાજાને કહી શકાય નહિ, તેથી ચિન્તામાં ને ચિન્તામાં તે સુકાવા લાગી. એકવાર રાજાએ રાણીનું ચિંતાતુર વદન અને શરીરની ક્ષીણતા જોઈને ઉદાસીનતાનું કારણ પુછયું. રાણીએ વાત વિદિત કરી. રાજાએ તેનો દોહદ, પૂર્ણ કરવાનું વચન આપ્યું. રાજા રાણી બંને હાથી ઉપર બેસી ઉદ્યાનમાં ક્રીડા કરવા નીકળ્યા. રસ્તે જતાં એકાએક આકાશ ચડી આવ્યું અને જોતજોતામાં ધોધમાર વરસાદ શરૂ થયો. ગાજવીજ, પવન અને વરસાદના તોફાનથી હાથી મસ્તી ચડે અને મોન્મત્ત બનીને નાઠે. પુરવેગે હાથીને નાસતે જોઈ રાજારાણી ગભરાયાં. રાજાએ પદ્માવતીને કહ્યુંઃ હાથી મસ્તીએ ચડ્યો છે અને તે ક્યાં જઈ અટકશે તે કહી શકાય નહિ; માટે તમે આ સામે દેખાતા ઝાડ પાસેથી હાથી જાય, કે તરત જ તે ઝાડની ડાળી પકડી લેજે. હું પણ તેમ કરીશ. બંને કબુલ થયાં. હાથી ઝાડ નીચેથી પસાર થયે કે તરતજ રાજાએ તે ઝાડની ડાળી પકડી લીધી; પણ રાણી તે ડાળીને પકડી શકી નહિ. હાથી રાણીને લઈ પુરવેગે દોડતે ઘણે દૂર નીકળી ગયો. દધિવાહન રાજાને આથી ઘણેજ શેક થયો. તે થોડીવારે ઝાડ પરથી નીચે ઉતર્યો અને રાણની ફિકર કરતા ઘેર પહોંચ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy