SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮. કહો તે હું વિદ્યાભ્યાસ કરવા જાઉં; અહિંના શાસ્ત્રી તો આપણું હરીફ રહ્યા; એટલે તે વિદ્યા નહિ આપે. માટે તમે કહે ત્યાં જાઉં. માતાએ તેને કાશ્યપના એક મિત્ર શાસ્ત્રી ઈદ્રદત્તને ત્યાં શ્રાવસ્તી નગરીમાં જવાનું કહ્યું. માતાની ગદ્ગદિત કંઠે રજા લઈ કપીલ શ્રાવસ્તી નગરી તરફ રવાને થયો અને ઈદ્રદત્તને મળે. ઈદ્રદત્તે તેને ઓળખીને વિદ્યાભ્યાસ કરાવ શરૂ કર્યો. ઈંદ્રદત્ત તેને એક વિધવા બાઈને ત્યાં જમવાની સગવડ કરી આપી. આ વિધવા યુવાન હતી. કપીલ પણ યુવાન હતા. વખત જતાં બંનેને પ્રેમ બંધાયો. કપીલ વિદ્યાભ્યાસ છોડી આ વિધવાના પ્રેમ–ઉપભેગમાં દિવસે વિતાવવા. લાગ્યો. વિધવાની સ્થિતિ પણ સારી ન હતી અને અહિં પણ કપીલને માથે નિર્વાહ ચલાવવાનું આવ્યું. કપીલની ચિંતા પૈસા મેળવવા માટે વધતી ગઈ એકવાર વિધવાએ તેને કહ્યું કે આ ગામના રાજા દાનેશ્વરી છે, અને વહેલી સવારમાં જે કંઈ રાજદરબારમાં જઈને રાજાને આશીર્વાદ આપે, તેને રાજા બે માસા (સોળ રતી) સોનું આપે છે. માટે તમે ત્યાં જાવ. આ સાંભળી કપીલ રોજ સવારમાં વહેલા ઉઠીને રાજા પાસે જાય; પરંતુ તેના પહેલાં કોઈએ આવીને રાજાને આશીર્વાદ આપે જ હોય, તેથી નિરાશ થઈ કપીલ પાછો ફરે. આમ આઠ દિવસ વીતી ગયા. એકવાર તેણે વિચાર કર્યો કે આજ તે બરાબર ચિંતા રાખીને ઉઠું, અને રાજાને પહેલો આશીર્વાદ આપું. એમ ધારી તે સમી સાંજમાં સુઈ ગયે. અર્ધ રાત્રી હતી, ચંદ્ર બરાબર ખીલ્યો હતો, તે વખતે ચિંતામાં ને ચિંતામાં કપીલ ઉઠે; અને આશીર્વાદ આપવા માટે રાજમહેલ તરફ દો. તેવામાં પહેરેગીરેએ તેને દેડતે જે; ચાર ધારીને પકડે અને સવાર થતાં રાજા પાસે કેદી તરીકે તેને હાજર કર્યો. કપીલને તે એક કરતા બે, અને બે કરતાં ત્રણ ઉપાધિ થઈ ધન લેવા જતાં બિચારો પકડાયો. તે અફસોસ કરવા લાગ્યા. જ્યારે રાજા પાસે તેને ઉભો કરવામાં આવ્યા, ત્યારે તેણે સઘળી હકીક્ત રાજાને કહી. રાજા ખુશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy