SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ આવ્યો છું, આ સાંભળી તુલસાએ પ્રભુને ભાવયુક્ત વંદન કર્યું. અંબોડે બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરેને વંદન નહિ કસ્વાનું કારણ પૂછયું. સુલસાએ અતીથને નહિં પૂજવાનો પોતાનો નિર્ણય વિદિત કર્યો. સુલસાના જ્ઞાન અને દર્શનથી પ્રસન્ન થઈ અંબડે વિદાય લીના સાન એક પૂજવાનો પણ કરવાનું કારણ ૫૩ અંબડ સંન્યાસી. અંબડ નામનો એક સન્યાસી હતો. તે છ છઠ્ઠના પારણા ઉપરાંત ઘણું તપશ્ચર્યા કરતા. સન્યાસીપણામાં પણ તે શ્રાવકના બાર વ્રતનું સુંદર રીતે પાલન કરતો. પિતાના તપ બળે તેને જીવની શક્તિરૂપ વૈકેયી લબ્ધિ, અને અવધિજ્ઞાન લબ્ધિ ઉત્પન્ન થઈ હતી. તે સે ઘરનો આહાર પચાવી શકો તેમ જ સર્વથા બ્રહ્મચર્ય પણ પાળતો. આવા દુષ્કર ચારિત્રથી આકર્ષાઈ હેને ૭૦૦ શિષ્ય સન્યાસીઓ થયા હતા. એકવાર તે અંબડ પિતાના ૭૦૦ શિષ્ય સાથે ગંગાનદીના કાંઠા પરના કંપિલપુર નગરથી પુરિમતાલ નગરે જવા નીકળે. તે વખતે ગ્રીષ્મઋતુનો સમય હતો. સખ્ત તાપ પડતો હતો. ચાલતા ચાલતા સઘળા મહાન અટવીમાં જઈ ચડ્યા. ડીક અટવી ઓળંગી હશે, તેવામાં તેમની પાસેનું બધું પાણી ખલાસ થઈ ગયું અને તૃષાથી તેમનો કંઠ સૂકાવા લાગ્યો. તાપસ ધર્મ એવો હતો કે તેઓ સચિત્ત પાણી વાપરી શકતા, પણ કોઈની રજા વગર તે લઈ શકતા નહિ. નદીમાંથી પાણી લેવાની આજ્ઞા માટે તેઓ રસ્તામાં કોઈ આવતા જતા માણસની પ્રતિક્ષા કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે અહિં જે કઈ માણસ આવી ચડે અને નદીમાંનું પાણી લેવાની આજ્ઞા આપે છે તે લઈને અમે અમારી તૃષા છીપાવીએ. પરંતુ કોઈપણ માણસ ત્યાં આવ્યું નહિ. સન્યાસીઓ તૃષાથી અકળાઈ ગયા અને હમણુંજ પ્રાણ જશે એવી "સ્થિતિ થઈ પડી. આથી તેઓ સઘળાએ નદીની રેતીમાં બિછાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy