________________
એકવાર શ્રી ઋષભદેવ ઉદ્યાનમાં આવ્યા, ત્યાં વસંતઋતુમાં વિકસેલાં પુષ્પ ચુંટીને આભરણ બનાવતાં તેને જોઈ વિચારમગ્ન થતાં તેમને પૂર્વ સ્મરણ થતાંની સાથે અવધિજ્ઞાન થયું, અને તેમાં તેમણે પૂર્વભવે અનુત્તરવિમાનમાં ભેગવેલું સુખ જોયું. તેમને સંસાર પર તિરસ્કાર આવ્યો અને ત્યાગના અભિલાષે મહેલમાં આવી વરસીદાન આપવું શરૂ કર્યું. સમય થતાં પિતાના પુત્ર ભરતને રાજ્યાસને સ્થાપી તેઓ ચૈત્ર વદિ ૮ મે દીક્ષિત બન્યા. સાધુને કેવો આહાર ખપે એનું જ્ઞાન લેકેને ન હોવાથી ઋષભદેવને બાર માસ સુધી ભિક્ષા મળી નહિ. પ્રભુની સાથે કચ્છ, મહાક૭ આદિ ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતી, તેઓ આ પરિસહ સહન ન કરી શકવાથી છુટા પડી વનમાં ચાલ્યા ગયા અને કંદમૂળ ફૂલ-ફળાદિને આહાર કરવા લાગ્યા. એક વર્ષને અંતે હસ્તિનાપુરમાં બાહુબળના પુત્ર સેમપ્રભ રાજાના પુત્ર શ્રેયાંસકુમારે વૈશાક શુદિ ૩ ના રોજ શેરડીના રસના ૧૦૮ ઘડાઓની ભિક્ષા આપી, પ્રભુને પારણું કરાવ્યું.
દીક્ષા લીધા પછી એક હજાર વર્ષે પુરિમતાલ નગરમાં ફાગણ વિદિ ૧૧ ના રોજ પ્રભુને કેવલ્યજ્ઞાન થયું.
તેમના સંઘ પરિવારમાં પુંડરિક વગેરે ૮૪ ગણધરે, ૮૪૦૦૦ સાધુઓ, બ્રાહ્મી આદિ ૩ લાખ સાધ્વીઓ, ભરતાદિ ૩ લાખ ૫૦ હજાર શ્રાવ અને સુંદરી આદિ ૫ લાખ ૫૪ હજાર શ્રાવિકાઓ હતા.
શ્રી કષભદેવે એક લાખ પૂર્વ સુધી દીક્ષા પાળી, ૮૩ લાખ પૂર્વ સંસારમાં રહ્યા, ૬ દિવસનું અનશન કર્યું અને મહા વદિ ૧૩ ના દિવસે મેક્ષ પધાર્યા, તે જ વખતે બીજા ૧૦ હજાર મુનિ મેક્ષે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com