SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ થયો. નિયમ મુજબ છપ્પન કુમારિકા દેવીઓએ આવી, સૂતિકાકર્મ કર્યું. ૬૪ ઇદોએ આવી જન્મોત્સવ ઉજ. પ્રભુ ગર્ભમાં હતા તે દરમ્યાન સર્વને અભિનંદ થયેલે, તે પરથી તેમનું નામ “અભિનંદન પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વ્યતિત કરી તેઓ યુવાવસ્થા પામ્યા ત્યારે તેમના પિતાએ ઘણું રાણીઓ સાથે તેમનું પાણી ગ્રહણ કરાવ્યું. તેમનું દેહમાન ૩૫૦ ધનુષ્યનું હતું. સાડાબાર લાખ પૂર્વની ઉમરે પહોંચતાં પિતાએ આપેલું રાજ્ય ગ્રહણ કર્યું. સાડી છત્રીસ લાખ પૂર્વ અને આઠ પૂર્વાગ સુધી રાજ્ય ચલાવ્યું. પછી સંયમને ભાવ થતાં વરસીદાન દેવું શરૂ કર્યું, અને મહા સુદિ ૧૨ ને દિવસે પ્રવર્યા અંગીકાર કરી, તેમની સાથે એક હજાર રાજાઓએ પણ પ્રવર્યા લીધી. ૧૮ વર્ષ છઘસ્થાવસ્થામાં રહ્યા. અભિનંદન જિનને પિશ શુદિ ચૌદશે કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું. તેમને ૧૧૬ ગણધર હતા. તેમાં સૌથી મોટા વજનાભ હતા. તેમના શાસનમાં ત્રણ લાખ સાધુ, ૬૩૦ હજાર સાધ્વી, ૨૮૮ હજાર શ્રાવકે અને પર૭ હજાર શ્રાવિકાઓ હતા. સામાં ૯૦૦૦ અવધિજ્ઞાની, ૧૫૦૦ ચૌદપૂર્વી હતા. એક લાખ પૂર્વમાં આઠ પૂર્વાગ અને અઢાર વર્ષ ઓછા સમય સુધી કેવળજ્ઞાનીપણે વિચર્યા. અંત સમયે એક હજાર મુનિઓ સાથે સમેતશિખર પર એક માસનો અનશન કર્યો અને તેઓ વૈશાખ શુદિ આઠમે પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધગતિને પામ્યા. ૨૩ અઈવંતા સુકમાલ ઉજજયિની નગરીના ધનશેઠ નામના એક શ્રેષ્ઠિને ત્યાં નલિની ગુલ્મ નામના વિમાનમાંથી આવીને એ ઉત્પન્ન થયા હતા. યુવાવસ્થાએ પહોંચતા તેઓ અનેક સ્ત્રીઓને પરણ્યા. ભોગવિલાસમાં દિવસો નિર્ગમન કરતાં, રાત્રિ કે દહાડે કેવી રીતે પસાર થાય છે તેની પણ તેમને ખબર પડતી ન હતી. એવામાં તે નગરમાં આર્ય સુહસ્તિ નામના એક તપસ્વી મુનિ પધાર્યા. તેમના ઉપાશ્રય સ્થાન સામે જ બરોબર અઈવંતા સુકમાલનો મહેલ હતા. મુનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy