SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ સર્વ જીવોને અભયદાનને દાતાર થા. આ અનિત્ય મનુષ્યલકને વિષે હિંસામાં કેમ પ્રવૃત્ત થયો છે? કર્મના વિશે સર્વ જીવોને સઘળી પૌલિક વસ્તુઓ છેડીને જવાનું છે, તે પછી તું રાજ્યમાં આટલે બધે આસક્ત કેમ બન્યું છે? હે રાજા ! તું જીવિતવ્ય અને રૂપને વિષે આટલું બધું કેમ મૂછ પામે છે? આયુષ્ય અને રૂ૫ તે વિજળીના ચમકારા જેવું ક્ષણિક છે. સ્ત્રી, પુત્ર, પરિવાર અને ઉપાર્જન કરેલું ધન સાથે આવતું નથી, પણ તે સર્વ મૃત્યુ પછી અહિં જ પડી રહે છે. જે સ્ત્રી પોતાના પતિ પર અતિશય પ્યાર કરે છે, તે જ સ્ત્રી તેના પતિના મૃત્યુ પછી અન્ય સાથે સુખ ભોગવે છે; જે મહાપાપ કરી ધન ઉપાર્જન કર્યું હોય છે, તેને ભક્તા બીજો બને છે, વગેરે હિત શિખામણો વડેરાજાને મુનિએ બોધ આયે. આ સાંભળી સંજતિ રાજા પ્રતિબંધ પામ્યું. તેણે ગર્દભાળી મુનિ પાસે ચારિત્ર અંગિકાર કર્યું, અને તેઓ ગીતાર્થ થઈ સાધુની સમસ્ત સમાચારી શીખી, ગુની આજ્ઞા લઈ એકાકીપણે વિચારવા લાગ્યા. એકદા સમયે તેમને ક્ષત્રિય રાજ ઋષિ મળ્યા; તેમણે સંયતિ મુનિની તેજસ્વી પ્રભા જોઈ કહ્યું હે મુનિ! તમારું રૂપ અને મન નિર્વિકારી દેખાય છે, તે તમારું નામ શું છે તે કૃપા કરી કહેશો? સંયતિ બોલ્યા–મારું નામ સંયતિ, મારું ગોત્ર ગૌતમ, તથા શ્રતજ્ઞાન અને ચારિત્રના પારગામી એવા ગર્દભાળી ભગવાન મારા ધર્મગુરુ—ધર્માચાર્ય છે. હિંસાથી બચવા માટે મેં સંયમ આદર્યો છે. તે પછી સંયતિ રાજાએ સાધુના ઉત્કૃષ્ટ ગુણે, મિથ્યાત્વના પ્રકાર વગેરે જેન તત્વનું રહસ્ય કહી, પિતાને જાતિસ્મરણ જ્ઞાન થયું હોવાથી કહ્યું કે હું સમ્યફ પ્રકારે મારા આત્માને પૂર્વ ભવ જાણું છું. હું પાંચમા બ્રહ્મદેવલોકમાં મહાપ્રાણ નામના વિમાનમાં દેવપણે હતા, ત્યાંની દશ સાગરેપમની સ્થિતિ પૂરી કરી હું આ * ચાર ગાઉન લાંબે, પહોળો અને ઉંડે એ એક કુવો હોય, તેમાં દેવકર, ઉત્તરકુરે યુગલીયાના સાત દિવસના જન્મેલા બાળકના એકેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy