SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૦ ૧૬૪ મળ શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણ વાસુદેવના મોટા ભાઈ બળભદ્ર નામે નવમા બળદેવ હતા. તેમના પિતાનું નામ વસુદેવ, અને માતાનું નામ રહિણી. કૃષ્ણ અને બળભદ્રને અત્યંત સ્નેહ હતો. (વાસુદેવ અને બળદેવ જેવી પ્રીતિ બીજા કોઈને હેય નહિ) જ્યારે દ્વારિકા નગરી બની, અને કૃષ્ણ તથા બળદેવ તે અગ્નિ શમાવવા અસમર્થ બન્યા ત્યારે તેઓ પોતાના માતાપિતાને રથમાં બેસાડી, અશ્વને બદલે પોતે રથને ખેંચી, ત્વરાએ બહાર નીકળતા હતા, તે વખતે નગરીને દરવાજે તૂટી પડવાથી તેમના માતાપિતા ચગદાઈને મરણ પામ્યા અને બંને ભાઈઓ જલ્દીથી નાસી છૂટી વનમાં આવ્યા. ત્યાં શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું. બળદેવ પિતાના ભાઈને શબ (મૃતક) પર આંસુ સારતા સ્થિરવત બેસી રહ્યા. તે વખતે તેમને બોધ આપવા દેવતાઓ ત્યાં એક ઘાણી ઉભી કરી તેમાં રેતી પીલવા લાગ્યા. આથી બળભદ્ર તેમને કહ્યું કે વૃથા મહેનત કેમ કરે છે? આ રીતે રેતી પિલવાથી તેલ નીકળે તેમ છે? ત્યારે તે દેએ કહ્યું કે આમ ભાઈના શબ પર દિવસોના દિવસો સુધી આંસુ પાડી બેસી રહેવાથી શું તે જીવતે થાય તેમ છે ? આથી બળદેવ સમજ્યા અને તેમણે શ્રી કૃષ્ણની અંતઃક્રિયા કરી. ત્યારબાદ બળભદ્ર દીક્ષા લઈ ચાલી નીકળ્યા; સન્ત તપ કરીને, તેઓ કાળધર્મ પામી પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી નીકળી તેઓ આવતી ચોવીસીમાં તીર્થંકર થશે. ૧૬૫ બ્રાહ્મી અને સુંદરી. ભગવાન ઋષભદેવને સુમંગળા અને સુનંદા નામની બે સગુણસંપન્ન રાણીઓ હતી. તેમાંની પહેલી સુમંગલા દેવીએ જે જેડકાને જન્મ આપ્યો તેના નામ ૧ ભારત અને ૨ બ્રાહ્મી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy