________________
૨૨૯
ન્યાય-કુંડરીકની માફક કોઈ સાધુ સાધ્વીજી દીક્ષા લઈને કામ ભેગમાં
મૂછિત બનશે તે આલોક પરલોકમાં દુઃખી થશે અને કામગમાં પુંડરીકની માફક મૂર્શિત નહિ બને તે ચારે તીર્થમાં સત્કાર સન્માન પામી સંસાર સાગર તરી પાર પામશે.
૧૬૧ પુરુષોત્તમ. દ્વારિકા નગરીમાં સેમ નામે રાજા હતા, તેમને સીતાદેવી નામે રાણું હતી. તેમનાથી પુરુષોત્તમ નામના ચોથા વાસુદેવને જન્મ થયો. તેઓ મધુ નામના પ્રતિવાસુદેવને મારી ગાદીએ બેઠા અને વાસુદેવ કહેવાયા. અનંતનાથ પ્રભુના સમયમાં ૩૦ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ મૃત્યુ પામ્યા અને છડી નરકે ગયા.
૧૬ર પુરુષ પુંડરિક,
ચક્રપુરી નામની નગરીમાં મહાશિર રાજાની લક્ષ્મીવતી રાણીના એ પુત્ર હતા. યુવાન વય થતાં તેમણે બલિ નામના પ્રતિવાસુદેવને ભાર્યો અને ૬ ઠા વાસુદેવ તરીકે નામાંકિત થયા. ૬૫ હજાર વર્ષનું આયુષ્ય ભેગવી અરનાથ અને મલ્લિનાથ પ્રભુના આંતરામાં મૃત્યુ પામીને તેઓ છઠી નરકે ગયા.
૧૬૩ પુરુષસિંહ,
એ અશ્વપુર નગરના શિવરાજ નામના રાજાની અમૃતદેવી નામક રાણીના પુત્ર હતા. નિકુંભ નામના પ્રતિવાસુદેવને મારી પાંચમા વાસુદેવ તરીકે તે પ્રસિદ્ધ થયા. ધર્મનાથ પ્રભુના સમયમાં ૧૦ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી, મૃત્યુ પામી તેઓ ૬ ઠી નરકમાં. ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com