SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ 190 જાણી ગયા. એટલે મદનરેખાને નહિ સતાવવાને અને સતી સ્ત્રીનું રક્ષણ કરવાને તેમણે મણિપ્રભને ઉપદેશ આપે. મણિપ્રભ પ્રતિબોધ પામે. મદનરેખાએ જ્ઞાની મુનિને વંદન કરી પૂછ્યું. મહારાજ, મહારા બાળકને ઝેળીમાં બાંધીને હું વૃક્ષ નીચે મૂકી આવી છું. તે કૃપા કરી કહેશે કે તેની શી સ્થિતિ છે? મુનિ બોલ્યા –હે સતી, મિથિલા નગરીને પહ્મરથ રાજા ક્રિડા કરવા જંગલમાં આવ્યા હતા, તે તારા પુત્રને જેવાથી પિતાને પુત્ર ન હોવાથી તેને લઈ ગયા છે. જે સર્વ પ્રકારે સુખશાંતિમાં છે. હારા પુત્ર પર રાજાને ઘણે જ પ્રેમ છે. તે બાળકના રાજ્યમાં આવવાથી સર્વ રાજાઓ પદ્મરથને નમ્યાં, તેથી તેનું નામ “નમિરાજ' પાડયું છે. આ સાંભળી મદનરેખા ખૂબ આનંદ પામી. તેવામાં એક દેવ નાટયાનંદ કરતો ત્યાં આવી પહોંચ્યો. પ્રથમ તેણે મદનરેખાને વંદન કર્યું અને પછી મુનિને વંદન કર્યું. આ જોઈ વિદ્યાધરે આશ્ચર્ય પામી આમ બનવાનું મુનિને કારણ પુછ્યું. મુનિએ કહ્યું. મદનરેખા આ દેવની પૂર્વ જન્મની સ્ત્રી છે. ને તેણે પોતાના પતિને મૃત્યુ વખતે ધર્મનું શરણ આપેલું; તેથી ઉપકારને વશ થઈદેવે આ પ્રમાણે કર્યું છે. આ સાંભળી મણિરથને આનંદ થશે અને તેણે સતીને ધન્યવાદ આપે. તેવામાં આ આવેલ દેવ સતીને વિમાનમાં ઉપાડી ચાલતો થયો. રસ્તે જતાં તેણે સતીને કહ્યું, હે પવિત્ર સ્ત્રી, મણીરથ મહને મારી નાખીને રાજમહેલ તરફ જતો હતો, તેવામાં તેને સર્પ કરડવાથી તે મરી ગયો છે અને સુદર્શન નગરનું રાજ્ય હારા મોટા પુત્ર સૂર્યયશને મળ્યું છે. માટે હવે તું કહે ત્યાં તેને હું લઈ જાઉં. આ સાંભળી ભદનરેખાએ કહ્યું: દેવ! મહારે દીક્ષા લેવી છે તો મને સુવ્રતા આર્યાજી પાસે દીક્ષા અપા. દેવે તે પ્રમાણે કર્યું. મદનરેખા દીક્ષા લઈ આત્મકલ્યાણ કરવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy