SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને ઉદ્યાનની બહાર નીકળી અને જંગલમાં ચાલી ગઈ ભાઈના ગળા પર તરવાર ચલાવી મણીરથ મદનરેખા મેળવવાના સ્વપ્ન સેવત ઉદ્યાનમાંથી પૂર ઝડપે દોડતો રાજમહેલ તરફ આવતા હતો. તે જ વખતે એક ભયંકર સર્પ પર તેનો પગ પડ્યો. સર્પ કેંધાયમાન થયો અને તરત જ તેણે જોરથી મણીરથના પગને ડંખ દીધો. મણીરથ ભયંકર ચીસ પાડી તત્કાળ મરણને શરણ થઈ ગયો, અને નરકમાં ગયો. જંગલના ભયાનક કષ્ટ સહન કરતી મદનરેખાએ એક વૃક્ષની એથે આશ્રય લીધો. ત્યાં તેણે એક પુત્રરત્નને જન્મ આપ્યો. આ પુત્રને એક ચીરમાં વીંટી તેણે વૃક્ષ નીચે મૂક્યો. પિતાના પતિની વીંટી તે પુત્રને પહેરાવી અને તે સ્નાન કરવા માટે નજીકના સરોવર પર આવી. તેવામાં એક મદોન્મત્ત થયેલો હાથી ત્યાં આવી પહો . અને મદનરેખાને તેણે પિતાની સુંઢમાં લઈ અધર આકાશમાં ઉછાળી. મદનરેખા ભયભીત બની. તેવામાં મણિપ્રભ નામના વિદ્યાધરનું વિમાન આકાશમાર્ગે ઉડતું હતું. તે વિમાનમાં મદનરેખા જઈને પડી. મૃત્યુલોકની અપ્સરા જેવી સ્ત્રીને દેખી વિદ્યાધરનું મન ચલિત થયું, અને મદનરેખાને પોતાની સ્ત્રી બનાવવાનું તેણે ચિંતવ્યું. તરત તેણે પિતાનું વિમાન પાછું ફેરવ્યું. મદનરેખાએ વિદ્યાધરને પૂછ્યું. આપ ક્યાં જાઓ છે? મણિપ્રભ બેઃ હે દેવી! હું મહારા સાધુ થયેલા પિતાને વંદન કરવા જાઉં છું. પરંતુ તમારા જેવી સુંદર સ્ત્રીને મહને લાભ મળે, તેથી આ વિમાન પાછું વાળી ઘેર લઈ જઉં છું. તમને ત્યાં મૂકીને પછીજ હું પિતાના દર્શને જઈશ. આ સાંભળી મદનરેખાએ કહયું. મહને પણ સાધુદર્શનની ઈચ્છા છે. તે કૃપા કરી અને સાથે લઈ જાવ. વિદ્યાધર કબુલ થયે. વિમાન સીધે રસ્તે ચાલવા લાગ્યું અને થોડા વખતમાં તેઓ મણિપ્રભના દીક્ષિત પિતા મણીચૂડ પાસે આવી પહોંચ્યા. બંનેએ તેમને વંદન કર્યું. સાધુ જ્ઞાની હતા. તેઓ મણિપ્રભને દુષ્ટ હેતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy