________________
૧૭૪
સાધ્વીજીએ બહાર એક્લા નહિ રહેતા, સમુદાયમાં રહી તપ કરવાનું કહ્યું. પરંતુ તે નહિ માનતા સુકુમારીક સાધવીજી બહાર ઉદ્યાન પાસે જઈ તપ કરવા લાગ્યા.
એકવાર તે ઉદ્યાનની પાસે પાંચ પુરૂષો દેવદત્તા નામની ગણિકાને લઈ ક્રીડા કરતા હતા, અને તે પાંચેય પુરૂષો વિકાર વશ બની દેવદત્તાની સાથે પ્રેમવિદ કરતા હતા અને મનુષ્ય સંબંધીના ભેગ ભોગવતા હતા. આ દ્રશ્ય પેલી સુકુમારીકા આર્યાના જોવામાં આવ્યું. તેથી તેણે સંકલ્પ કર્યો કે મારા તપ સંયમ બ્રહ્મચર્યનું ફળ હોય તે આવતા ભવમાં હું પાંચ પુરૂષો સાથે ભોગ ભોગવતી વિચરું. સંકલ્પ પુરે કરી તે આતાપના ભૂમિમાંથી સ્વસ્થાનકે ઉપાશ્રયમાં આવી. ત્યાં તે ચારિત્રની વિરાધના કરવા લાગી. વારંવાર હાથ પગ
વે, મસ્તક ધોવે, મહેડું છે. તેથી ગવાલિકા આર્યાજીએ કહ્યું કે આપણને શરીરની દુર્ગછા કરવાનું કલ્યું નહિ. છતાં તે નહિ. માનતાં સ્વચ્છેદપણે રહેવા લાગી. કાળાન્તરે તે મૃત્યુ પામીને બીજા દેવલોકમાં ગઈ.
પાંચાળદેશ, કપીલપુર નગર, ત્યાં દ્રૌપદ રાજા રાજ્ય કરતે હતો. તેને ચલણ નામની રાણી હતી. તેને ત્યાં આ સુકુમાર દેવી પુત્રીપણે અવતરી. અને તેનું નામ દ્રૌપદી રાખવામાં આવ્યું. અપૂર્વ સુખ સામગ્રીમાં અને અનેક દાસદાસીઓનાં લાલન પાલનથી બાલ્યાવસ્થા વીતાવી તે યૌવનાવસ્થાને પામી. દ્રપદરાજાએ પુત્રીની યૌવનાવસ્થા અને સૌંદર્ય જોઈને સ્વયંવરથી લગ્ન કરવાની ઈચ્છા બતાવી. રાજાએ સ્વયંવર બનાવ્યો, અને કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય, બળદેવ. ઉગ્રસેન આદિ અનેક રાજાઓને દૂત દ્વારા કુમકુમપત્રિકા મોકલી સ્વયંવરમાં નોતર્યા. પરિણામે ઘણુ રાજાઓ ત્યાં આવ્યા. પાંચ પાંડવો પણ આવ્યા. દ્રૌપદી પિતાની દાસીઓ સાથે અશ્વરથ પર બેસીને સભામંડપમાં આવી અને કૃષ્ણવાસુદેવ પ્રમુખ અનેક રાજાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com