SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ ૧૨૫ દ્વિપૃષ્ઠ. દ્વારિકાનગરીમાં બ્રહ્મ નામે રાજા હતા. તેમને પહ્માદેવી નામક રાણી હતી. તેનાથી એક મહા બલિષ્ઠ પુત્ર થશે. નામ દિપૃષ્ઠ. દિપૃષ્ટ રાજા થયા પછી તારક નામના પ્રતિવાસુદેવને માર્યો અને બીજે વાસુદેવ થયા. વાસુપૂજ્ય પ્રભુના વખતમાં ૭ર લાખ વર્ષનું આયુષ્ય ભોગવી, મરણ પામીને તે છઠી નરકે ગયો. ૧૨૬ દ્વિમુખ (પ્રત્યેક બુદ્ધ) પાંચાળ દેશના કંપિલપુર નગરમાં જય નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણમાના નામે રાણ હતી. ઉભય દંપતી બહુજ ધર્મિષ્ટ હતા. તેમને જન ધર્મ પ્રત્યે ઘણે પ્રેમ હતો. એકવાર રાજા કચેરી ભરીને સભામાં બેઠે છે, તેવામાં એક પરદેશી ચારણ રાજસભામાં દાખલ થયો, અને મહારાજાના ગુણોની પ્રશંસા કરવા લાગ્યા. આ સાંભળી રાજા બોલ્યા–બારોટજી, તમે દેશ દેશાવરમાં ફરે છે, અનેક રાજસભામાં જાઓ છો, તો તમે મારી સભામાં કઈ વસ્તુની ઉણપ જોઈ શકતા હે જરૂર કહે, કેમકે માત્ર આત્મશ્લાઘા મહને પસંદ નથી. આ સાંભળી બારોટે રાજસભામાં ચોતરફ નજર કરી, તે તેને એક વસ્તુની ઉણપ લાગી. એટલે તે રાજા પ્રત્યે બેલ્યો –મહારાજ, આપની રાજસભામાં બધુંયે સુંદર અને વ્યવસ્થિત છે, પણ એક ચિત્રશાળા નથી, તેજ મોટી ઉણપ છે. આ સાંભળી રાજાએ કહ્યું બરાબર છે બારોટજી, તમારું કહેવું બરાબર છે. એમ કહી તરત જ રાજાએ કુશળ ચિત્રકારોને બોલાવ્યા. અને સભાના હાલમાં એક ચિત્રશાળા તૈયાર કરવાનું કહ્યું. ચિત્રકારોએ આવી કામ શરૂ કર્યું. પ્રથમ તે મકાનને પાયો દવા માંડ્યો કે તરત જ તે પાયામાંથી એક રત્નજડિત્ર મુગટ નીકળે. કારીગરેએ તે મુગટ રાજાને આપ્યો. દિવ્ય મુગટ જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy