SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સગપણ કરવા માટે ઋષભદત્ત શેઠને ત્યાં આવ્યા; અને વિનતિ કરી. તેમની વિનતિ માન્ય રાખી ઋષભદત્ત શેઠે પોતાના પુત્ર જંબુકુમારનું સગપણ પ્રસ્તુત શ્રેષ્ટિઓની આઠ પુત્રીઓ સાથે કર્યું. શ્રેષ્ટિઓ આનંદ પામી સ્વસ્થાનકે ગયા. આ અવસરમાં ભવ્ય પ્રાણીઓને ઉપદેશ આપતા, શ્રી સુધર્માસ્વામી રાજગૃહ નગરના ઉદ્યાનમાં સમોસર્યા. આ સમાચાર સાંભળતાં જબુમાર અતિ હર્ષ પામ્યા અને એક વાયુ સરખા વેગવાળા રથમાં બેસીને શ્રી સુધર્મ ગણધરને વંદન કરવા ગયા. દેશના સાંભળી જંબુકુમારને સંસાર પર તિરસ્કાર છૂટયો. ઘેર આવી તેમણે દીક્ષા લેવાની વાત પોતાના માતાપિતાને કહી. માતાપિતાએ લગ્ન કરવાને આગ્રહ કર્યો. જંબુકમાર માતાપિતાની ઈચ્છાને તાબે થયા. ઋષભદત્તે પેલા આઠ શ્રેષ્ટિઓને બોલાવીને કહી દીધું કે મારે પુત્ર લગ્ન કર્યા પછી તરત જ દીક્ષા લઈ ચાલી નીકળવાને છે, માટે તમારો વિચાર હોય તે જ લગ્ન કરે. પેલા શ્રેષ્ઠિઓએ આ હકીક્ત પોતાની પુત્રીઓને જણાવી. પુત્રીઓએ કહ્યું કે તેઓ દીક્ષા લેશે, તો અમે પણ લઈશું, પરંતુ જે વિવાહ થયો તે થયો જ. આખરે જંબુકુભારનું તે આઠ સ્ત્રીઓ સાથે લગ્ન થયું. જેણે સંસારના વિષયભોગ વિષસમાન ગણ્યા છે એવા ધર્મનિષ્ઠ જંબુકુમારે તે રાત્રિયે બ્રહ્મચર્ય પાળ્યું, એજ વખતે પ્રભવ નામને મુખ્ય ચાર પિતાના ૫૦૦ સાગ્રીત ચેરે સાથે જંબુકમારને ધનભંડાર લૂંટવા આવ્યો. પ્રભવ પાસે અવસ્થાપિની વિદ્યા હોવાથી, તેણે વિવાહમાં આવેલા તમામ માણસોને ઘેનમાં નિદ્રાધિન કરી દીધા. જંબુકુમાર પર આ વિદ્યાની અસર થઈ નહિ. પ્રભવ ચેરે પુષ્કળ ધન એકઠું કર્યું. અને જેવો જ તે ચાલવા જાય છે, કે તરત જ જંબુકુમારની બ્રહ્મચર્ય રૂપી સ્થંભન વિદ્યાના જોરે પ્રભવચારના પગ ત્યાં જ ચેટી ગયા. પ્રભવે જંબુકુમારને પિતાને છોડવા વિનંતિ કરી, બદલામાં જંબુકમારે સંસારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy