SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ આથી સ્ત્રીઓએ જુઠલ શ્રાવકને ભોગવિલાસ કરવાનું આમંત્રણ કર્યું, પણ જુઠલ શ્રાવક પિતાની પ્રતિજ્ઞાથી જરાપણ ડગ્યા નહિ. નિરાશ થઈ સ્ત્રીઓ પાછી ફરી. જુઠલ શ્રાવકે વિચાર્યું કે આજે મને સ્ત્રીઓનાં દર્શન થયા, તે ઠીક થયું નહિ. એમ ધારી તેમણે શ્રાવકની ૧૧ પડિયા ધારણ કરી. અનુક્રમે ૧૦ ડિમાઓ પુરી થયા પછી ૧૧ મી ડિમા લીધી. ૧૯ દિવસો પસાર થતાં તેમને અવધિજ્ઞાન થયું; ત્યારે તેમને જણાયું કે પિતાને અગ્નિને ઉપસર્ગ થશે; અને તેમાં મૃત્યુ થશે. આથી તેમણે જીવનપર્યતનું અનશન કર્યું. એ દરમ્યાન તેમની સ્ત્રીઓ, જેમની અધમ માગણી જુહલ શ્રાવકે કબુલ રાખી ન હતી, તેઓ વૈર લેવાની ઈચ્છાએ ત્યાં આવી અને ધ્યાન ધરીને જ્યાં જુઠલ શ્રાવક બેઠા છે, તે પૌષધશાળા સળગાવી મૂકી. એકંદર પાંચ વર્ષનું આયુષ્ય, તથા ત્રીસ વર્ષનું શ્રાવકપણે પાળી, બે માસના અનશને જુઠલ શ્રાવક અગ્નિના ઉપસર્ગો મૃત્યુ પામ્યા અને ઈશાન દેવલોકમાં દેવ થયા. ત્યાંથી વી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મેક્ષમાં જશે. ૧૧૪ જંબુસ્વામી. રાજગૃહ નગરમાં રાજાઓને વિષે શિરોમણી અને ઈંદ્ર તુલ્ય મહટી સમૃદ્ધિવાળો શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેજ નગરમાં ઋષભદત્ત નામે એક ધનાઢય શેઠ રહેતો હતો, તેને ધારિણી નામની સુશીલ અને ધર્મપરાયણ પત્ની હતી. બંનેને સંસારસુખ ભોગવતાં કેટલેક કાળે એક પુત્ર થયે. નામ પાડયું જંબુકુમાર. માતાપિતાના ગુણ સ્વાભાવિક રીતે બાળકમાં ઉછરે, એ અનુસાર જંબુકુમારની આકૃતિ શાન્ત, તેજસ્વી, વૈરાગ્યવંત દેખી સૌ કોઈને અપાર આનંદ થતો. બાલ્યકાળ વટાવી જંબુકમાર યૌવનાવસ્થા પામ્યા, ત્યારે તેમના પિતાએ તેમનું લગ્ન કરવાનું ઈછયું. એ અરસામાં જ તેજ નગરના પૃથક પૃથફ આઠ ધનવાન શાહુકારા પિતાની પુત્રીઓનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy