SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ વેશ્યાએ ઝડપ્યું. તે વેશ્યા એક શ્રાવિકા હોવાને દંભ કરી અભયકુમાર પાસે રાજગૃહમાં આવી. અભયકુમારે તેણીને એગ્ય સત્કાર કર્યો. વેશ્યા પણ અભયકુમારને આદરભાવ આપતી, અને ધાર્મિક ક્રિયાઓ કરતી અભયકુમારને ત્યાં રહી. દરમ્યાન લાગ સાધી તેણીએ અભયકુમારને એકવાર ઘેન ઉત્પન્ન કરનારા પદાર્થો ખવરાવ્યા. આથી અભયકુમાર બેભાન બન્ય, આ તકને લાભ લઈ યુક્તિપૂર્વક તે વેશ્યા અભયકુમારને ઉજજયિની માં લઈ ગઈ અને રાજા ચંડપ્રદ્યોતને સે. છતાં ચંડપ્રદ્યોતે વેશ્યાના આ કૃત્યને ઈષ્ટ ના ગયું. અહિં અભયકુમારે કેટલીક બાબતમાં ચંડપ્રદ્યોતને બચાવ્યો, તેથી તેણે અભયકુમારને છોડી મૂક્યો. પણ ચંડપ્રદ્યોતના જુલ્મી વર્તાવથી અભયકુમારે કોઈપણ ઉપાયે ચંડપ્રદ્યોતને તેજ ઉજજયિની નગરીની મધ્યમાંથી બાંધીને લઈ જવાનો નિરધાર કર્યો. કેટલાક વખત પછી અભયકુમાર પિતાની સાથે બે સ્વરૂપવાન, વેશ્યાઓને લઈ, વણિકના વેશમાં ઉજજયિનીમાં આવ્યો અને ત્યાં ચૌટા વચ્ચે દુકાન કરીને રહ્યો. તે દરમ્યાન એકવાર ચંડપ્રદ્યોત્વ રાજાની દૃષ્ટિ આ વેશ્યા પર પડી, તેથી તે કામાંધ થયો અને કોઈ પણ રીતે આ વેશ્યાને મેળવવાને તેણે નિશ્ચય કર્યો. એકવાર અભયકુમારની ગેરહાજરીમાં રાજાએ વેશ્યાને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા કહ્યું, ત્યારે વેશ્યાએ કહ્યું કે આ અમારે ભાઈ આજથી સાતમે દિવસે બહાર ગામ જવાનું છે, તે જાય એટલે સુખેથી તમે અમારા મકાને આવજે. અહિં અભયકુમારે એક બીજી યુક્તિ કરી રાખી હતી. તે એ કે, તેણે એક બીજે માણસ નેકર તરીકે રાખી લીધા હતા અને તેનું પ્રદ્યોતુ એવું કૃત્રિમ નામ ધારણ કરાવ્યું હતું. તેમજ તેને ગાંડા જેવો બનાવી “હું ઉદ્યો છું” એમ બેલ બેલતો ખાટલામાં સુવાડી રોજ તેને વૈદ્યને ત્યાં લઈ જવામાં આવત. બરાબર સાતમે દિવસે પ્રદ્યોતુ રાજા અભયકુમારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com જ અમારો ભાઈ આ બહાર ગામ જવાને અમારા
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy