SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ૯૩ ચંડપ્રદ્યાત્ તે ઉજ્જિયનીને રાજા હતા; અને ચેડા રાજાની પુત્રી શિવાદેવીને પરણ્યા હતા. ચંડપ્રદ્યોત વ્યભિચારી રાજા ગણાતા. તેણે મૃગાવતીને મેળવવા માટે કૌશ`બી નગરીના શતાનિક રાજા પર ચડાઇ કરી હતી. તેમાં શતાનિક ભય પામ્યા અને ત્રાસને લીધે તેને કોલેરૂં થવાથી તે મરણ પામ્યા. મૃગાવતીએ જાણ્યું કે ચંડપ્રદ્યોત્ હવે મારાપર બળાત્કાર કરશે, એ ભયથી તેણે રાજા સાથે યુક્તિથી કામ લઈ પોતાના બચાવ કરવાના વિચાર કર્યાં. રાજા સાથે લગ્ન કરવાનું આશ્વાસન આપી તેણીએ કૌશાંખીને કિલ્લે સમરાવવાનુ ચડપ્રદ્યોતને કહ્યું. એટલે મૃગાવતી મેળવવાની લાલસાએ ચંડપ્રદ્યોતે કિલ્લો સમરાવવા શરૂ કર્યાં. કિલ્લા પૂરા થતાં જ મૃગાવતી દરવાજા અંધ કરાવી મહેલમાં ભરાઇ ખેડી. દરમ્યાન પ્રભુ મહાવીર ત્યાં પધાર્યાં એટલે મૃગાવતીએ હિંમતપૂર્વક દરવાજા ઉઘડાવી નાખ્યા અને તે પ્રભુની દેશના સાંભળવા ગઇ, ત્યાં તેણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આથી નિરાશ બની ચ'ડપ્રદ્યોતે રાજગૃહી પર ચડાઈ કરી અને તે નગરીને ધેરા ધાલ્યે. આ વખતે અભયકુમારે એક યુક્તિ રચીને રાજગૃહની બહાર એક લેાખંડના વાસણમાં સાનામહારા મૂકાવી, તે વાસણ જમીનમાં દટાવ્યું અને રાજાને કહેવડાવ્યું કે તમારા સાગ્રીતે અમારા ધનથી લલચાને, તમને પકડી અમારે સ્વાધીન કરવાના છે, માટે ચેતો. આથી ચંડપ્રદ્યોતે ખાત્રી કરવા પેાતાના સાથીદારે માંહેના એક રાજાના તંબુ આગળ ખાદાવ્યું, તે ત્યાંથી ધન નીકળ્યું. આથી ચડપ્રદ્યોત ન્હાસી ગયા, તે સાથે બીજા મદદગાર રાજાઓ પણ પોતાના લશ્કર સાથે રાજગૃહ છેાડી ન્હાસી ગયા. પાછળથી અભયકુમારના આ પ્રપંચની ચંડપ્રદ્યોને ખબર પડી, એટલે તેણે અભયકુમારને પકડી લાવનાર માટે ભારે ઇનામ જાહેર કર્યું. અભયકુમારને પકડી લાવવાનું બીડુ' ઉન્નયિનીની એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy