SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ અહિ બંનેએ વિચાર કર્યો કે અહો, જગતમાં કેવા કેવા દુષ્ટ મનુબો વસે છે. આપણામાં સંગીતની સુંદર કળા હોવા છતાં માત્ર આપણી હલકી જ્ઞાતિને ખાતર તેઓ આપણે તિરસ્કાર કરે છે. માટે આપણે હવે આપઘાત કરે ઈષ્ટ છે. એમ ધારી તેમણે ત્યાંથી પડીને મરી જવાનો નિશ્ચય કર્યો. તેવામાં એક મુનિ મહાત્મા પહાડ પર બેઠેલા. તેમની નજર આ બંને પર પડી. મુનિએ પોતાના જ્ઞાનબળે આ બંનેના મનોભાવ જાણી લીધા. તેથી તે મુનિ બોલ્યા–ભાઈઓ, હમે કોણ છો, અને શો વિચાર કરો છો ? આ સાંભળી બંને જણ મુનિને પગે લાગી બેલ્યા-મહારાજ. અમે ચંડાળના પુત્રો છીએ. અમારી હલકી જ્ઞાતિને લીધે જગત અમારે તિરસ્કાર કરે છે. એટલે અમે આ પહાડ પરથી પડીને મરી જવા માગીએ છીએ. આ સાંભળી મુનિએ કહ્યું. વત્સ, તમે એમ માનો છો કે મરી જવાથી તમે સુખ પામશો ? ના. તેમ નથી. તમે પૂર્વ ભવમાં જાતિને મદ કરેલ. તેથી જ તમે આ ભવે નીચ જાતિ પામ્યા છે અને વળી આપઘાત કરીને શા સારું વધારે દુઃખ વહોરવા તત્પર થાવ છો? સુખ મેળવવાને માત્ર એક જ માર્ગ છે. તે એ કે તમારા આત્માને તપ અને સંયમ વડે શુદ્ધ કરવો અને પ્રભુભક્તિમાં મશગૂલ બની ઉચ્ચ વિચારો અને ઉચ્ચ ભાવના ભાવવી. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ક્ષમા, વિનય આદિ મહાન ગુણો વિકસાવવા અને શુદ્ધ સંયમ માર્ગે પ્રવર્તન કરવું. ઉપરના નિયમથી તમે આત્મકલ્યાણ સાધી શકશો. જૈન માર્ગમાં ગમે તે જાતિનો મનુષ્ય દીક્ષિત થઈ શકે છે, માટે તમારી હલકી જાતિ માટે ખેદ ન કરતા ખુશીથી દીક્ષા . તમારે ઉદ્ધાર થશે. મુનિને આ ઉપદેશ બંનેના હદયમાં વસી ગયે. તરત જ તેમણે મુનિ પાસે દીક્ષા લીધી, અને તપ સંયમમાં આત્માને ભાવતાં તેઓ ગ્રામાનુગ્રામ વિચારવા લાગ્યા. ફરતા ફરતા તેઓ હસ્તિનાપુર નગરના ઉધાનમાં પધાર્યા. આજે બને મુનિવરોને માસક્ષમણનું પારણું હતું. એટલે તેમાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy