SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ત્યારે તે મહારીજ સ્ત્રી સાથે પ્રેમ બાંધવા તત્પર થયો ! ધિક્કાર છે એ દુષ્ટાત્માને, હું હવે તેને તેના પાપને ગ્ય બદલે આપીશ. અને સમય આવતાં તેને ઘાટ ઘડી નાખીશ. આમ વિચારી તે ચંડાળ પ્રધાનને મારી નાખવાની તક શોધવા લાગે. આ વાતની ચંડાળના બંને પુત્રને ખબર પડી, એટલે તેમણે વિચાર્યું કે આપણે વિદ્યાગુરૂનો બચાવ કરવો જોઈએ. એમ ધારી પિતાની ઈચ્છા તેમણે પ્રધાનને કહી અને છાની રીતે છટકી જવાનું પ્રધાનને કહ્યું, એટલે તેજ રાત્રે પ્રધાન ગુણરીતે ભેરામાંથી બહાર નીકળી ગયે, અને દેશ પરદેશ ફરવા લાગે. કેટલાક વખતે તે હસ્તીનાપુર નગરમાં આવી પહોંચે. અહિં સનતકુમાર નામે ચક્રવર્તી રાજા રાજ્ય કરતા હતો. પ્રધાન તેની પાસે આવ્યો અને દીન વદને તેણે નોકરીની માગણી કરી. સનંતકુમારે તેને સામાન્ય સીપાઈની કરી આપી; પણ પ્રધાન પિતાની બુદ્ધિ અને ખટપટના પરિણામે થોડા જ વખતમાં સનંતકુમારને પ્રધાન બન્યો, અને સુખ ભોગવવા લાગ્યો. આ તરફ બંને ચંડાળ પુત્રો સંગીત, નૃત્ય આદિ કળામાં કુશળ બન્યા હતા. એક વારે વારાણસી નગરીમાં પ્રમોદ મહોત્સવ હતો. સર્વ નગરજનો આનંદમાં મશગૂલ હતા. તે વખતે આ બંને ચંડાળ પુત્રે નગરજનોને પોતાની સંગીત કળા બતાવવા માટે શહેરમાં આવ્યો અને મુખ્ય રસ્તા પર ઉભા રહી હાથમાં વીણા લઈ સુમધુર કંઠે ગાન તાન કરવા લાગ્યા. સંગીતના મધુર સૂરથી પુષ્કળ માણસો મુગ્ધ બની ગાન તાન સાંભળવા લાગ્યા. તેવામાં કેટલાક લોકોએ આ ચંડાળોને ઓળખી કાઢયા. તેથી એકદમ તેઓ ગુસ્સે થયા અને પોતાને અભડાવ્યા તે માટે ક્રોધાયમાન થઈ હાથમાં લાકડી પત્થર જે કંઈ આવ્યું તે લઈ આ ચંડાળ પુત્રને મારવા માટે પાછળ પડ્યા. બીકના માર્યા ચંડાળ પુત્રો ત્યાંથી નાસી ગયા અને જંગલમાં આવી પહોંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy