SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ એક વખત ચેલ્લણાએ વિચાર કર્યો કે આ બાળકે ગર્ભમાંથી જ પિતાનું માંસ ખવડાવ્યું, આગળ જતાં આ પુત્ર શો જુલમ નહિ કરે! માટે આ ગર્ભને અત્યારથી જ નાશ કરવો શ્રેયસ્કર છે, એમ ધારી ચેલ્લણ તે બાળકના નાશ માટે ઔષધ ખાવા લાગી, પરંતુ તેમાં તે સફળ થઈ નહિ. અનુક્રમે નવ માસે પુત્રને જન્મ થયો. જન્મ થતાંજ ચેલ્લણએ આ બાળકને કુળનાશક ધારીને ઉકરડામાં ફેકી દેવરાવ્યો. ત્યાં કુકડાએ આ બાળકની આંગળી કરડી ખાધી અને તેમાંથી લોહી વહેતું હતું. બાળકને ઉકરડામાં ફેંકીને જેવી દાસી પાછી ફરતી હતી તેવામાં જ તેને શ્રેણિક રાજા મળ્યા. શ્રેણિકે પૂછતાં દાસીએ સર્વ હકીકત જાહેર કરી. રાજા દાસી સાથે ઉકરડામાં ગયા. ત્યાં આ બાળક દુઃખથી રડતું હતું. તરતજ શ્રેણિકે તેની આંગળી મોંમાં ઘાલી લેહી ચુસી લીધું અને બાળકને લઈને અંતઃપુરમાં ચલણ પાસે આવ્યા. ચેલ્લણને ઠપકો આપીને આ બાળકનું રક્ષણ કરવાનું કહ્યું ચેલ્લણ રાણુ ઉદાસભાવે બાળકનું રક્ષણ કરવા લાગી. આ બાળકની આંગળી કુકડાએ કરડી ખાધી હતી, તેથી તેનું નામ “કુણિક પાડયું. બાલ્યાવસ્થા વિતાવી કુણિક યુવાવસ્થાને પામ્યા, ત્યારે તેને આઠ સ્ત્રીઓ પરણાવવામાં આવી. કર્ણિક યુવરાજપદે હતો, અને રાજ્યકારભારમાં પણ પુરતું લક્ષ આપતો હતો. એક્વાર કણિકને વિચાર થયે કે જ્યાં સુધી શ્રેણિક રાજા રાભ્યાસન પર છે ત્યાં સુધી મારાથી રાજ્ય ભોગવી શકાશે નહિ, માટે શ્રેણિકને કેદખાનામાં પૂરીને હું રાજગાદી પર બેસું. એવો વિચાર કરી પિતાના ઓરમાન વગેરે દશ ભાઈઓને બોલાવી પિતાની ઈચ્છા જાહેર કરી. સર્વેએ અનુમતિ આપી. પ્રસંગ સાધીને કણિકે શ્રેણિક મહારાજાને કેદખાનામાં પૂરી દીધા, અને પિતે રાજ્યગાદી પર બેસી ગયા. પછી તેણે નગરમાં પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034530
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1937
Total Pages374
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy