________________
મામા ચેટકરાજાને સાત પુત્રીઓ હતી. તેમાં ચલણ સુસ્વરૂપવાન હેવાથી શ્રેણિક મહારાજાએ તેનું માથું કર્યું હતું. પણ ચેટક રાજાને નિયમ એવો હતો કે જૈનધમીનેજ કન્યા આપવી. તેથી રાજા શ્રેણિક નિરાશ થયા હતા. (અદ્યાપિ શ્રેણિક રાજા બૌદ્ધ ધર્મ હતા) અભયકુમાર શ્રેણિકને વંદન કરવા આવ્યા અને પિતાનું નિરાશ વદન જોઈ કારણ પૂછતાં શ્રેણિકે ચેલણને પરણવાની ઈચ્છા બતાવી. અભયકુમારે પોતાની નિપુણતાથી ચલણું રાણીને મેળવી આપી. રાજા શ્રેણિક ચેલણાને પરણ્યા અને તેની સાથે સુખ ભોગવવા લાગ્યા.
કાળાન્તરે ચેલ્લણ રાણીને ગર્ભ રહો. બાદ ત્રણ મહિને ચેલ્લણ રાણીને રાજા શ્રેણિકના કાળજાનું માંસ ખાવાને દેહદ થયો. આ વાત રાણથી રાજાને કેમ કહી શકાય? તેથી નિરંતર તે રાણી સુકાવા લાગી. એકવાર તેને ચિંતામગ્ન જોઈ શ્રેણિકે પૂછયું, ત્યારે તેણે સઘળી હકીકત જાહેર કરી. રાજાની પણ ચિંતા વધી. અભય કુમારને બોલાવ્યા, અભયકુમારે આશ્વાસન આપી દેહદ પૂર્ણ કરી આપવાનું વચન આપ્યું.
અભયકુમારે કસાઈખાનામાંથી પશુના ઉદર સ્થાનનું માંસ મંગાવ્યું. રાજા શ્રેણિકને એક પલંગ પર સુવાડી, મંગાવેલું માંસ તેના હદયપર કપડામાં વીંટીને બાંધ્યું, અને રાજા શ્રેણિકનું માં દેખાય તેવી રીતે તેના પર એક ચાદર ઓઢાડી દીધી. ચેલણ રાણું ને બેલાવીને તે પલંગની પાસે જ એક આસન પર તેને બેસાડી. શ્રેણિક રાજાએ મૂછ પામ્યા હોય તે દેખાવ શરૂ કર્યો. અભયકુમાર પેલું માંસ છરી વતી કાપ્યા જતા હતા, અને તેને એક વાસણમાં મુક્યા હતા. માંસ સઘળું કપાઈ રહ્યા બાદ અભયકુમારે તે ચેલ્લણાને આપ્યું. ચેલ્લણ રાણીએ. તે માંસ ખાધું અને દેહદ પુરો કર્યો. ચેલ્લણ પ્રસન્નતાપૂર્વક ગર્ભનું રક્ષણ કરવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com