________________
જૈન શશિકાન્ત. ભાવનાથી વાસિત થયેલું મન શુભ કર્મ બંધાવે છે. અને નઠારી ભાવનાથી વાસિત થયેલું ચિત્ત અશુભ કર્મ બંધાવે છે.
એવી રીતે જ્ઞાનને આશ્રિત એવું સત્યવચન શુભકર્મ અને અજ્ઞાનથી ભરપૂર એવું વચન અશુભ કર્મ ઉપાર્જન કરાવે છે. તેમજ સારા કામમાં પ્રવર્તાવેલું શરીર શુભકર્મ અને નઠારા કામ માટે પ્રવર્તાવેલું શરીર અશુભ કર્મ બંધાવે છે--આવી રીતે મન, વચન અને શરીરથી જે કર્મ બંધ થાય, તે આશ્રવ કહેવાય છે. તે ઉપર એક દષ્ટાંત કહું, તે સાવધાન થઈને સાંભળજે.
ચંદ્રપુર નામે એક નગર હતું. તેમાં પ્રવીણચંદ્ર નામે એક ગૃહસ્થ રહેતું હતું. તેને ત્રણ પુત્રો હતા. પ્રવીણચંદ્ર એક મેટ વેપારી હતે. દેશાવરમાં પણ તેને વેપાર ચાલતું હતું. તે શિવાય સમુદ્ર માર્ગે તેનાં સફરી વહાણે વેપારને માટે ફર્યા કરતાં હતાં. તેના ત્રણ પુત્રે જ્યારે તારૂણ્ય વયને પ્રાપ્ત થયા, ત્યારે તે શેઠે તેને વ્યાપારના કામમાં જોડી દીધા. ત્રણે પુત્રે પિતાની પ્રેરણા થી વ્યાપાર કળામાં કુશળ થઈ ગયા.
શેઠ પ્રવીણચંદ્ર પોતાના પુત્રોને કઈ કઈવાર વેપાર કરવાને દેશાવરમાં પણ મેકલવા લાગ્યા. આથી તેને વ્યાપાર ઘણો વૃદ્ધિ પામે, અને તે સારી આબાદીમાં આવી ગયે. - એક વખતે તે ત્રણે પુત્રો જુદા જુદા દેશાવરમાં ગયા. ત્યાં જ ઈને તેમણે સારે વેપાર કરવા માંડે. વેપાર કરતાં તેમણે જુદી જુદી ચીજો ખરીદ કરી. તે વખતે કોઈ ચતુર વેપારીએ તેમને ચેતવણી આ.. પી કે, જે ચીજો તમે ખરીદ કરે છે, તે ચીજોના ભાવ ઘટવાના છે, માટે તે ચીજો ખરીદવા ગ્ય નથી. જે ખરીદશે તે તેમાં મેટીનુકશાની થશે. વેપારીનાં આ વચને તે ત્રણે પુત્રોએ માન્યા નહીં, અને તે ચીજની જથ્થાબંધ ખરીદી કરી. અને તેઓ તે માલનાં, વહાણ ભરી ચંદ્રપુરમાં આવ્યા. તેમણે જઈ પિતાના પિતા પ્રવિણચંદ્રને તે ખરીદીની વાત જણાવી. તે સાંભળતાં જ પ્રવિણચંદ્ર અપશેષ કરતાં કહ્યું પુત્રે, તમે ઘણું જ ખોટું કર્યું. જે ચીજો ખરીદી છે, તેના ભાવ એકદમ ઘટી ગયા છે, તેથી આપણને મેટી નુકશાની થઈ છે. આટલું કહી પ્રવીણચંદ્ર ઘણે અપશેષ કરવા માંડ્યા. તેવામાં કઈ ઉજવલ વેપાર કરનાર અને પવિત્રતાથી વર્તનારે બીજે વેપારી આવ્યું. તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com