________________
જ્ઞાન ક્રિયા.
૪૭
એક બીજી વાત પૂછવાની છે, તે આપ ધ્યાન દઈ સાંભળશે.
ગુરૂ–હે વિનીત ગૃહસ્થ શિષ્ય, જે તારે પૂછવું હોય, તે ખુશીથી પૂછ. તારી સાથે વાર્તાલાપ કરવામાં મને આનંદ આવે છે.
ગુરૂના આવાં વચન સાંભળી તે શ્રાવક કુમારે નીચે પ્રમાણે પૂછ્યું,
હે દયાસાગર ગુરૂ, હવે મને જ્ઞાન અને ક્રિયા ઉપર સમજાવે, જ્ઞાન એ શી વસ્તુ છે? અને ક્રિયાનું સ્વરૂપ શું છે? જે જ્ઞાનવાન હોય, તેને ક્રિયા કરવી જોઈએ કે નહિ? જ્ઞાન અને કિયા એ બંનેમાં મુખ્ય શું છે? તે વિષે મારા મનનું સમાધાન કરે.
ગુરૂ–હે શ્રાવક કુમાર, તેં ઘણે સારે પ્રશ્ન કર્યો. જ્ઞાન અને કિયા-એ બંને વસ્તુ સમજવા જેવી છે. તે ઉપર જે હું કહું, તે સાવધાન થઈ સાંભળ.
જ્ઞાનને અર્થ જાણવું થાય છે. એટલે આ સંસારમાં રહેલા દરેક જડ ચેતન પદાર્થોનું સ્વરૂપ જાણવું, તે જ્ઞાન કહેવાય છે. જ્યારે દરેક પદાર્થનું જ્ઞાન થાય, ત્યારે “આ વસ્તુ ત્યાગ કરવા ચગ્ય છે અને આ વસ્તુ ગ્રહણ કરવા યોગ્ય છે” એવો બોધ થાય છે. અને તે બંધ થવાથી તે જ્ઞાની મનુષ્યને વૈરાગ્ય, સામ્યભાવ અને શાંતિ વગેરે જે આત્માના ગુણે છે, તે પ્રગટ થાય છે. એથી જ્ઞાનીને આત્મા ઉત્તમ ગતિનું પાત્ર બને છે.
જે માણસમાં શુદ્ધ જ્ઞાનની કળાને ઉત દેખાય છે, તેને વિષે તત્કાળ આત્માની શુદ્ધતા પ્રમાણ કરી શુદ્ધ ચારિત્રને અંશ પ્રગટ થાય છે. તે ચારિત્રને અંશ ભાવથી પ્રગટ થાય છે, દ્રવ્યથી થતું નથી. વળી તેવા જ્ઞાનીને હેય-ત્યાગ કરવા ગ્ય અને ઉપાદેય–ગ્રહણ કરવા
ગ્ય સર્વ વસ્તુનો મર્મ જણાય છે. એટલે તેનામાં સ્વતઃ વૈરાગ્યભાવ પ્રગટ થાય છે. કારણ કે, વસ્તુ સ્વરૂપ જાણવાથી એમ જણાય છે કે, આ ચેતન અચેતન સર્વ વસ્તુ નાશવંત છે, તે ઉપર રાગ દ્વેષ કરવો.
ગ્ય નથી-આથી વૈરાગ્ય ભાવ પ્રગટ થાય છે, અને વૈરાગ્ય પ્રગટ થવાથી રાગ દ્વેષ તથા મેહની દશાથી તે જીવ ભિન્ન થાય છે. એટલે પૂર્વે કરેલા કર્મની નિર્જરા થાય છે. અને વર્તમાનકાળે કર્મને બંધ થતું નથી.-એટલે સર્વ પ્રકારે તેના કર્મના જાળનો નાશ થઈ જાય છે. પછી રાગ દ્વેષાદિક ઉપાધિથી રહિત એ આત્મા સમાધિમાં રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com