________________
જૈન શશિકાન્ત. નું ખીલે તથા ભીંતે ચડી બેસવું, તે બીજું અપૂર્વકરણ છે. અને જે કીડીનું ખીલે અથવા ભીંતે ચડી ત્યાંથી ઉડી જવું, તે ત્રીજું અનિવૃત્તિ કરણ છે. - હે શિષ્ય, આ ઉપરથી એમ સમજવું કે, જે કીડીનું બીલાએ જ ટકી રહેવું, તે જીવને ગ્રંથિદેશે રહેવું સમજવું, એટલે ગ્રંથિગત જીવનું કેટલેક કાળ ત્યાં રહેવું થાય છે. જેમ કીડીનું ખીલેથી પાછા ફરવું તે જીવને ખલારૂપ ગ્રંથિદેશથી પાછા ફરવા રૂપ છે. એટલે તે ફરી કર્મની સ્થિતિની વૃદ્ધિ કરે છે-ઉત્કૃષ્ટિ કર્મની સ્થિતિ વધારે છે
હે વિનયવાન શિષ્ય, આ વાત લક્ષમાં રાખી તેનું સર્વદા મનન કરજે. જીવને જે અપૂર્વ કરણ કહેવાય છે. તે પૂર્વે કોઈવાર નહીં પામેલ એવા પરિણામ છે. એ અપૂર્વકરણથી છવ અતિ કઠિન એવી ગ્રંથિને ભેદી શકે છે. તેથી શાસ્ત્રમાં અપૂર્વ કરણથી અતિ કઠિન ગ્રંથિને ભેદવામાં વજ સમાન કહેલું છે. જ્યારે ગ્રથિને ભેદ થઈ જાય. ત્યારે તેનામાં ક્ષણે ક્ષણે શુદ્ધ પરિણામની નિર્મળતા વધતાં વધતાં એક અંતર્મુહૂર્ત માત્રમાં તે અનિવૃત્તિ કરણમાં જાય છે. જ્યાં જીવનું પ્રવર્તન વિલક્ષણ થાય છે.
શિષ્ય, પ્રશ્ન કર્યો–ગુરૂમહારાજ, અનિવૃત્તિ કરણમાં ગયેલે છવ શું કરે છે? તે કૃપા કરી જણાવે.
ગુરૂ– હે શિષ્ય, સાંભળ, જે જીવ અનિવૃત્તિકરણે ગયે હય, તેને શુદ્ધ પરિણામનું બળ વધે છે. તે બળના પ્રભાવથી મિથ્યાત્વમેહનીયની સ્થિતિને બે વિભાગ થાય છે. તેમાં પહેલી સ્થિતિ ફકત અંત મુહર્ત વેદ્ય છે. એટલે તે માત્ર અંતર્મુહૂર્ત સુધી વેદાય છે. તે પછી તે ખપી જાય છે. એટલી નાની સ્થિતિના જે મિથ્યાત્વ મેહનીય કર્મના દળિયા છે, તે મેટી સ્થિતિમાંથી ખેંચી લે છે. જ્યારે તેને ખેંચીને જુદી કરે, ત્યારે તે નાની સ્થિતિ અને મોટી સ્થિતિની વચ્ચે આંત. રે પડશે. તે બંને સ્થિતિની વચમાં જે ખાલી જ રહી, તેનું નામ અતરકરણ કહેવાય છે. એ અંતરકરણ કરતાં મિથ્યાત્વની સ્થિતિ ના બે ભાગ કરે છે. તેમાં બીજું જે માત્ર અંતર્મુહર્ત વેદ્ય પ્રથમની લઘુસ્થિતિ છે. તેને ખપાવે છે. એટલે અનિવૃત્તિ કરણને કાળ પૂરો થાય છે. ત્યારે તે આગળ અંતરકરણમાં ધસી જાય છે. જેથી કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com