________________
૩૦૬
જન શશિકાન્ત. મુનિને પુર્વની અનુભૂત અવસ્થાનું મરણ થઈ આવે છે અને તેથી તેની મને વૃત્તિ વિકારી થઈ જાય છે.
ગૃહસ્થ અધિકારીને પણ કેટલાએક પ્રસંગે ભુલી જવાની જ. રૂર છે. ગૃહાવાસને લઈને અનેક પ્રકારના શુભાશુભ પ્રસંગે આવ્યા. વિના રહેતા નથી. કેઈએ કટુ વચન કહ્યું હોય, કેઈએ અપમાન કર્યું હોય, કોઈએ દુષ્ટ વર્તન ચલાવ્યું હોય, અને કેઈએ અવર્ણવાદ કે નિંદા કરી હોય, આવા પ્રસંગે તત્કાળ વિસરી જવામાં લાભ છે. જે એ વાર્તાનું પુન પુન સ્મરણ કરવામાં આવે, તે તેથી ઉલટે અધિક અધિક પરિતાપ થાય છે, શ્રેષ વધતું જાય છે અને ચિત્તની પ્રસન્નતાને લેપ શરીરમાં અને મનમાં–ઉભયમાં હાનિ થાય છે. એવા પ્રસંગને સ્મરણમાંથી કાઢી નાખવા જોઈએ. જ્યાં સુધી એ પ્રસંગોનું વિસ્મરણ નહીં થાય, ત્યાં સુધી તે હૃદયને શલ્યની જેમ પીડા કરનાર થઈ પડે છે. આવા પ્રસંગે વિસરી જવામાંજ શરીરનું તથા મનનું આરોગ્ય રહેલું છે. એવા પ્રસંગેના વિસ્મરણમાં અધ્યાત્મ બળની વૃદ્ધિ પણ રહેલી છે. કારણકે, અધ્યાત્મ બળની અંદર મનની વસ્થતા રાખવી જોઈએ અને મનની સ્વસ્થતા રાખવામાં મનની વૃત્તિ સ્થિર રહેવાની જરૂર છે. જ્યાં સુધી મનની અંદર કોઈ જાતના રમરણે થયા કરતા હોય, ત્યાંસુધી મન સ્થિર રહી શકતું નથી.
પ્રિયશિષ, આ ઉપર એક મનહર દષ્ટાંત સાંભળવા જેવું છે, તે તે એક ચિત્ત સાંભળ–
- પૂર્વે દક્ષિણ દેશમાં ચંદ્રનગર નામે એક નગર હતું, તે નગરમાં શિવદાસ નામે એક ગૃહસ્થ શ્રાવક રહેતું હતું. શિવદાસને મુચિતા નામે એક શ્રાવિકા સ્ત્રી હતી તે વિદુષી અને સદ્ગુણી હતી. શિવદાસ અને સુચિતાનું દાંપત્ય અપ્રતિમ હતું, તેમની વચ્ચે ગાઢ પ્રેમ રહેલે હતે. શિવદાસની મને વૃત્તિ ધાર્મિક હતી અને સુચિત્તા તેને અનુસરી સ્વધર્મ પ્રમાણે વર્તતી હતી. આ શ્રાવક દંપતીના પ્રેમની પ્રશંસા ચંદ્રનગરના પ્રા વર્ગમાં સારી રીતે થતી હતી. તેમને શ્રાવક સંસાર સર્વ રીતે નિર્દોષ અને પવિત્રતાથી ચાલતું હતું. શિ. વદાસના ઘરની સ્થિતિ સારી હતી. તે સંપત્તિમાં અને વૈભવમાં પૂર્ણ સુખી હતે. આવું ગૃહસુખ છતાં તે સ્વધર્મમાં સારી રીતે વર્તતે અને નિર્માની થઈ સર્વને આદર-સત્કાર કરતે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com