________________
વિવેક.
૩૭૩ હે ભદ્ર, હું તને ચારિત્ર આપું એટલે તું એમ જાણજે કે, હું હવે બીજા જીવનમાં પ્રાપ્ત થયે છું, તારું ચારિત્ર જીવન તારા ઉદ્ધારને ટુંકા રસ્તે તને બતાવશે. પર્વતના શિખર ઉપર પહોંચવાને ટુક રસ્તે પ્રાપ્ત થતું હોય તે, લા રસ્તે લેવાનું કયે બુદ્ધિમાનું પુરૂષ પસંદ કરશે? તે છતાં કેટલાએક અજ્ઞાની મનુષ્ય જ્ઞાનગિરિના શિખરે પહોંચવા માટે ટુક માર્ગ લેવાને બદલે લાંબે માજ - હણ કરે છે. તેમનું આત્મ સ્વરૂપ જ્ઞાનનો અખૂટ ઝરે છતાં તેઓ તેને અલક્ષ કરી જ્ઞાનને માટે વલખાં મારે છે કેટલાએક અમુક પુસ્તકમાંથી જ્ઞાન થઈ જશે અથવા અમુક મુનિને સમાગમથી બંધ થઈ જશે, એમ જાણી તેઓ સૈકડો પુસ્તક વાંચે છે અને ઘણા મુનિવરેને સમાગમ કરે છે, અને તેથી કદિ જ્ઞાન કે બંધ થાય છે, ૫ણ તે જ્ઞાન પ્રાપ્ત કરવાને લાંબે માર્ગ છે, પણ આત્મામાંથી પ્રકાશ પામતું અનુભવ જ્ઞાન મેળવવાને એ માગ નથી. એ માર્ગ શુદ્ધ ચારિત્રના વેગથી પ્રાપ્ત થાય છે, ચારિત્રને ખરે અર્થ સમજી તે પ્રમાણે વસ્તી પિતાના આત્મા સાથે સંબંધવાળા થવું, એજ જ્ઞાન પ્રાપ્ત કરવાને કે માર્ગ છે. તેથી હે ભદ્ર, તારે ચારિત્રના ગુ
થી એ કે માર્ગ મેળવવાને છે. અધ્યાત્મ જ્ઞાનનો પવિત્ર પ્રકાશ તારા હદય ઉપર પાડવાને છે, તેથી તું તારા સત્ય સ્વરૂપને ઓળખી શકશે. - આવા તે મહાત્માનાં વચને સાંભળી તે તાપસને વિશેષ સં. તેષ પ્રાપ્ત થયું. પછી તે ભક્તિભાવથી ઉલ્લાસિત થઈ પિતાના ગુરૂના ચરણમાં નમી પડે. પછી તે મહાત્માએ તે તાપસને ચારિત્ર આપ્યું હતું. તે તાપસે ચારિત્રથી અલંકૃત થઈ પિતાને પશ્ચિમ જીવનને સુધારી સ્વર્ગીય સુખ સંપાદન કર્યું હતું.
ગુરૂએ કહ્યું, “હે શિષ્ય, આ દષ્ટાંત ઉપરથી તમારે સમજવાનું છે કે, વિવેક એ ખરેખરૂં તત્ત્વ છે. અને આત્માને સર્વોત્તમ ગુણ છે,
જ્યાં સુધી વિવેક પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી બીજા બધા ગુણો નિરર્થક છે વિવેક વગરના ગુણે આત્માને લાભકારક થઈ શક્તા નથી. એટલુંજ નહીં પણ નિવિવેકી આત્માઅધ્યાત્મ બોધની ગ્યતા ધારી શક્તા નથી. - ગુરૂની આ વાણી સાંભળી તે બંને શિષ્ય ઘણા પ્રસન્ન થઈ ગયા અને તેમણે ગુરૂના ચરણકમળમાં વંદના કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com