________________
વિવેક.
૨૯૭
સ પ્રગટ થતાં તેણે પોતાના પુમિત્રતે દેવચંદ કે જે દેવવિવેયજીના નામથી સુનિ થયા હતા. તેનીજ પાસે તેણે ચાસ્ત્રિ ગ્રહણ કર્યું હતું. જે પુના મિત્ર ગુરૂ શિષ્ય રૂપે પારમાર્થિક મૈત્રી ધારણ કરી આ સ'સાર સાગરને તરી ગયા હતા.
ગુરૂ કહે છે, હું શિષ્યા, આ દૃષ્ટાંત ઉપરથી તમારે એટલે આધ લેવાના છે કે આત્માના ઉદ્ધાર કરનારા જીવે વિવેક ધારણ કરી ચારિત્ર ધર્મને અ’ગીકાર કરવાના છે. જ્યારે વિવેકથી દેહ તથા આત્મા ના ભેદ સમજવામાં આવે છે, ત્યારે સંયમ માર્ગને સુખે સાધી શકા યછે. તે માટેજ મહાનુભાવ યશેાવિજયજી ઉપાધ્યાય લખે છે કે વિ વેકરૂપી સરાણથી ઉત્તેજિત કરેલ સયમરૂપ અસ્ર કને છેદન કરવાને સમર્થ થઇ શકે છે. ’
ગુરૂની આ વાણી સાંભળી ખ'ને શિષ્યેા હૃદયમાં પ્રસન્ન થઈ ગયા અને વિવેક તત્ત્વને મેળવવાને ઊત્તમપ્રકારની ભાવના ભાવવા લાગ્યા પછી તેમણે અ'જિલ જોડી કહ્યુ'—
શિષ્યા “ ભગવન, આપે અમેને દૃષ્ટાંત પુર્વક જે વિવેકનું સ્વરૂપ બતાવ્યુ છે, તે સાંભળી અમારો આત્મા પરમ આન ંદને અનુભવ કરે છે અને આપના મહાન ઉપકાર વારંવાર સ્મરણ કરી ગુરૂ ભકતરૂપ ગંગામાં પુનઃ પુનઃ સ્નાન કરવા ઇચ્છા થાય છે.
ગુરૂ-શિષ્યા, હવે તમારી પવિત્ર મનાવૃત્તિ જોઈ મને હૃદયમાં અત્યંત સતેષ ઉત્પન્ન થાય છે. તમારા જેવા ઉત્તમ અધિકારી શિચેાને એધ આપવામાં મને અતિ ઉત્સાહ પ્રાપ્ત થાય છે. કહા હવે તમારી શી જિજ્ઞાસા છે?
શિષ્યા—જો આપની ઇચ્છા હેાય તે હજુ પણ તે વિવેક ઉપર વિશેષ ઉપદેશ આપવા કૃપા કરો.
ગુરૂ—પ્રિય શિષ્યા, એ વિવેક તત્ત્વના ઉપદેશ એવે વિશા ળ છે, કે, તે ઉપર જેટલું વિવેચન કરીએ, તેટલું થઇ શકે તેમ છે. શિષ્યા—ભગવાન, ને એમ હોય તે હજુ કાઇ ખીજું દષ્ટાંત આપી એ ઉપયેગી વિષયને પાવિત કરી અમેને કૃતાર્થ કરા. એ વિષે આપની વાણીરૂપ સુધાનું પાન કરતાં અમેને જરાપણ તૃપ્તિ થતી નથી.
S. K.-૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com