________________
વિવેક.
લ થઈ ગઈ. આથી કર્મચંદ પિતાની સ્ત્રીની સાથે પિતાને વારે નહીં છતાં તેને ઘેર રહેવા આવ્યું. કર્મચંદની સ્ત્રી પિતાની બહેનની જેમ ગણું દેવચંદની સ્ત્રીની સારી સેવા બરદાસ કરતી હતી. દેવગે એવું બન્યું કે, તે સ્ત્રી આખરે મૃત્યુ પામી ગઈ. સ્ત્રીના મરણથી દેવચંદને દુઃખ લાગ્યું, પણ પિતાના મિત્ર કર્મચંદની સર્વ પ્રકારની સહાયથી તે ડા દિવસમાં તે દુઃખ ભુલી ગયા હતા. બંનેમાંથી કોઈને સંતતિ ન હતી, તેથી સંતાનને લઈને જે જે ઉપાધિ થવી જોઈએ તે તેને મને થતી ન હતી, આથી દેવચંદ પોતાના મિત્રને ઘેર કાયમને માટે રહા,
દેવચંદ સ્વભાવે સુસીલ અને ધર્મમાં આસ્તિક હતે. ધર્મની આસ્તાને લઈને તે આ સંસારના દુઃખમય સ્વરૂપને સમજતું હતું તેથી તેની મનવૃત્તિ ચારિત્ર લઈ આત્મસાધન કરવાને ઉત્સુક રહેતી હતી. કર્મચંદ પણ ધર્મમાં આસ્તિક હતું, પણ તે સંસારમાં રહી ધર્મ સાધન કરવાનું પસંદ કરતે હતે. સંસાર ત્યાગ કરી સાધુ થઈ ધર્મસાધન કરવાની તે વિરૂદ્ધમાં હિતે, કારણકે, કઈ મુનિએ તેને પિતાના અનુભવથી એ બોધ આપ્યા હતા કે, “વર્તમાન કાળે ચારિત્ર લઈ સાધુ ધર્મ સાધી શકાતું નથી, તેના કરતાં ગૃહસ્થ ધર્મ માં વસ્તી ધર્મ સાધન સારી રીતે થઈ શકે છે. આ બોધને લઈને કર્મચંદના વિચાર ચારિત્રની વિરૂદ્ધ થયા હતા.
એક વખતે દેવચંદે પિતાના મિત્ર કર્મચંદને કહ્યું, “ મિત્ર, હું સ્ત્રી રહિત હેવાથી દુઃખી થયે હું જોકે, તારા ઘરમાં રહેતાં મને કોઈ જાતની હરકત આવતી નથી, તથાપિ યાજજીવિત તારા ઘરમાં રહેવું અને તારા કુટુંબની પાસે સેવા કરાવવી એ મને યોગ્ય લાગતું નથી. તેથી હું ચારિત્ર લઈ મારા આત્માને ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશ અને મહાવ્રતના મહાન માર્ગે પ્રયાણ કરી મારૂ પશ્ચિમ જીવન નિર્ગમન કરીશ.'
દેવચંદના આ વચન સાંભળી કર્મચંદ બે -મિત્ર, આ તારા વચને આપણે ગાઢ મૈત્રીમાં કલંકરૂપ છે. આપણે મિત્રભાવ શુદ્ધ છે. કમિ નથી. જ્યારે તારા હૃદયમાં આવા ભેદ બુદ્ધિના વિચાર ઉદભવે તે પછી આપણે મંત્રી કલંકિત ગણાય. લોકે આપ શું ઉપહાસ્ય કરે અને આપણ બને નિંદાપાત્ર થઈએ, મિત્ર, તારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com