________________
વિવેક.
૨૮૯
પ્રાપ્ત થશે.
શિષ્ય–ભગવન, આપના દષ્ટાંતપૂર્વક કહેવાથી વિવેકનું સ્વરૂપ અમારા જાણવામાં આવી ગયું છે તથાપિ તે સ્વરૂપ અમારા હદયમાં દઢ થાય, તેને માટે તે વિષે હજુ વિશેષ ઉપદેશ આપવાની કુ પા કરે,
ગુરૂ––હે વિનીત શિષ્ય, જે આત્માને વિષે અવિવેકથી મિશ્રતા ભાસે છે, તે વિકારને લઈને ભાસે છે. એટલે જ્યારે આપણુમાં વિકાર પ્રબળ થાય છે, ત્યારે આપણને દેહમાં આત્મભાવ ઉત્પન્ન થાય છે. તેથી કરીને પછી આપણે આત્મા મલિન થાય છે. જેમ આકાશ શુદ્ધ છે, પણ અંધકારની રેખાથી તે તેની સાથે મિશ્ર લાગે છે, તેવી રીતે આત્મા શુદ્ધ છે, પણ વિકારને લઈને અવિવેકથી તેનામાં મિશ્ર તા ભાસે છે.
આ વખતે યતિ શિષ્ય વિનયથી પ્રશ્ન કર્યો “મહાનુભાવ, આ શુદ્ધ આત્માને વિષે કર્મને વિલાસ શી રીતે લાગુ પડતું હશે? કારણકે, જે શુદ્ધ હોય તેને પછી મલિનતા શી રીતે લાગુ પડે ?
ગુરૂએ પ્રસન્ન થઈને પ્રત્યુત્તર આપે–હે શિષ્ય, તે ઉપર રા જા અને ચોધાનું દ્રષ્ટાંત છે જેમ કોઈ રાજા અનેક દ્ધાઓને લઈને રણભૂમિમાં યુદ્ધ કરવા જાય છે. તે વખતે રાજા પિતે યુદ્ધ કરતે ન હેય પણ તેના દ્વાએ યુદ્ધ કરે છે તે દ્ધાઓ જે વિજય મેળવે તે તે રાજાને વિજય કહેવાય છે અને તેઓ હાર ખાય તે તે રાજા. ની હાર થયેલી ગણાય છે. તેવી રીતે કર્મને સ્કંધને વિલાસ શુદ્ધ આત્માને વિષે ગણાય છે તેથી જેનામાં વિવેકને વિલાસ પ્રગટપણે ઉલ્લાસ પામેલ હેય, તે પુરૂષ વિવેકના બળથી એવા ભ્રમને પ્રાપ્ત થતું નથી. કારણકે, સર્વ પ્રકારના ભ્રમનું કારણ અવિવેકજ છે. જેમ ધતૂરાના રસને પાન કરનાર પુરૂષ ઈટ વિગેરે બધી વસ્તુઓને પીલી જુવે છે, અને તેથી તેને સુવર્ણને બ્રમ થાય છે, તેવી રીતે જે પુરૂષ અવિવેકી છે, તેને દેહાદિકને વિષે આત્માને અભેદરૂપ બ્રમ થાય છે. ઉત્પાદ વ્યયરૂપ કર્મને વેગથી જીવ જ્યારે અશુદ્ધ પરિણામને ગ્રહણ કરે છે, ત્યારે તે દેહને આત્મા માને છે અને પોતે સુવિચાર રૂપ પર્વતથી પડી જાય છે. પરંતુ જે પરમ ભાવને એટલે સર્વ વિકારવર્જિત શુદ્ધ સ્વભાવ રૂપ ભાવને–-ઈચ્છે છે, તે સુવિચાર રૂપ
Sh K.-319
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com