________________
માન.
૨૭૧
ખતાવેલી જ્ઞાનાવસ્થા છે. જે જ્ઞાનાવસ્થામાં સાધુને જ્ઞાન,દર્શન અને ચારિત્રની સ્પષ્ટતા દેખાઇ આવે છે, અને આચારની એકતા પ્રાપ્ત થાય થાય છે. આ બધા માનનેાજ પ્રભાવ છે. એવા માનને ધારણ કરનારજ ખરેખરા મુનિ કહેવાય છે. એવા મુનિને શુદ્ધ જ્ઞાનનયથી જોતાં આત્મચરણથી અને ક્રિયાનયથી જોતાં ક્રિયાલાલથી ચારિત્ર, જ્ઞાન અને દર્શન સાધ્યુ થાય છે. કારણકે, પાતાના આત્મસ્વભાવમાં જે રમણ, તે આત્મચરણ અને તેવું આત્મચરણુ માનધારી મુનિ સાધ્ય કરી શકે છે. જ્યાંસુધી ખરેખરૂં માન–મુનિત્વ પ્રાપ્ત થયું ન હોય, ત્યાંસુધી શુદ્ધજ્ઞાન અને દર્શન ઉપલબ્ધ થતા નથી. જે જ્ઞાન અનેદશનથી શુદ્ધ આત્મસ્વભાવને વિષે આચરણ થતું નથી, અથવા ઢોષ નિવૃત્તિ થતી નથી, તે જ્ઞાન નથી અને તે દન નથી, જે જ્ઞાનથી જીવના સાનાદિસ્વભાવનું આસ્વાદ ન થાય અને રાગ, દ્વેષ, જન્મ, અજ્ઞાન, મરણુ વગેરે દોષાની નિવૃત્તિ થાય,તેજ ખરેખરૂં જ્ઞાન અને દર્શન કહેવાય છે.
હે વિનીતશિષ્યે, એવું માન ધારણ કરવાને તમારે પ્રવૃત્ત થવું જોઇએ. અને જ્યારે એવું માન પ્રાપ્ત કરશે!, ત્યારેજ તમારૂં જીવન ઉચ્ચ સ્થિતિને પામશે, અને તમારા આત્માને તૃપ્તિ મળશે. જે શુદ્ધ મુનિ હાય, તે પણ શ્રીજી તૃપ્તિની ઇચ્છા કરતા નથી.તે આત્માની તૃપ્તિનેજ ખરી તૃપ્તિ માને છે અને તેમાંજ સદા મગ્ન રહે છે. તે વિષે એક મુનિનું દૃષ્ટાંત છે—
કાઇ મહુાત્મા સુનિ એક ગૃહસ્થ શ્રાવકને ઘેર ભિક્ષા લેવાને આવ્યા. તે શાંતમૂર્તિ સાધુને આહાર માટે આવેલા જાણી તે ગૃહસ્થ પ્રસન્ન થઇ ગયા અને તે પાત્રમાં ઉત્તમ આહાર લઇ વાધેારાવવા આન્યા. તે વખતે તે ગૃહસ્થે મુનિરાજને વિનતિ કરી કે, “મહાનુભાવ, આપને માટે આ પ્રાસુક આહાર તૈયાર છે, પણ જો ક્ષણવાર મારા ઘરમાં પધારવાની કૃપા કરો તેા મારી ઉપર મહાન ઉપકાર થશે.” તે ગૃહસ્થની આ વિનતિ સાંભળી મુનિ ખેલ્યા—“ભદ્ર, તારે અમારૂં શું કામ છે? ગૃહસ્થના ઘરમાં અમારાથી કેમ અવાય ?’” તે ગૃહસ્થે આજીજી સાથે કહ્યું, “મહારાજ, મારા એકના એક પુત્ર ઘણા વ્યાધિગ્રસ્ત છે. જો આપ તેને દર્શન આપો, તે વખતે તેને વ્યાધિ મટી જાય.” ગૃહસ્થના આ વચન સાંભળી મુનિવર હાસ્ય કરીને માલ્યા “ભદ્ર, પૂર્વકર્માંથી થયેલી પીડા અમારા દર્શનથી શી રીતે દૂર થાય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com