________________
ભાવના.
લું યાદ રાખવું કે તે ભાવના કેઈ સત્કર્મના સંબંધવાળી હેવી જેઈએ. કુકમના સંબંધવાળી ભાવનાજ કહેવાતી નથી, પણ તે કુબુદ્ધિને તથા કુવિચારને નિશ્ચય કહેવાય છે.
કેઈપણ કાર્ય કરવાની ધારણ કરવી હોય તે પ્રથમ તે ભાવના રૂપે ધારણ કરવી અને તે સાથે નિશ્ચય કરે કે, હું એ કાર્યા વિના રહેવાને નથી” આવા દઢ નિશ્ચયથી જે ભાવના કરવામાં આવે છે, તે ભાવના કાર્યસિદ્ધિને સફળ કર્યા વિના રહેતી નથી.
નિયમિત સમયે પ્રતિદિન ભાવના કરવાની ટેવ રાખવી. એ ટેવ રાખવાથી તેનું ફળ જણાયા વિના રહેશે નહિ. જ્યારે કોઈપણ પ્રકાર ની ભાવના કરવી હોય, ત્યારે શરીર અને મનને કિયા રહિત કરવાં. ભાવના કરતી વખતે તેમને કેવળ વિશ્રાંતિ આપવી. શરીરથી કઈ જાતની ક્રિયા ન કરતાં તેને શિથિલ રાખવું, તે શરીરની વિશ્રાંતિ છે. મનને આડા અવળા વિચારોથી રહિત રાખવું, એ મનની વિશ્રાંતિ છે. એ બંનેને વિશ્રાંતિ આપવાનું કામ અભ્યાસથી સિદ્ધ કરી પછી ઉત્તમ ભાવના ભાવવી. શરીરની અક્રિયઅવસ્થા તથા મનની નિઃસંકલ્પઅવસ્થા શેડો કાળ રહેતાં, પછી તમારે જે કાર્ય સાધ્ય કરવાનું હોય, તેનું ચિત્ર મનને પરિશ્રમ ન પડે તેવી રીતે રચી, તેમાં ઉતમ પ્રકારની ભાવના પ્રગટ કરવી. એ ભાવના પ્રગટ કરતાં ભાવિકને ઉતમ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. આરોગ્ય ધન, વિદ્યા, જ્ઞાન જે કાંઈ સંપાદન કરવું હોય, અથવા કરાવવું હોય તાએ ભાવનાનું ઉત્તમ સાધન મેળવવાની આવશ્યકતા છે. દઢ નિશ્ચયથી કરેલી ભાવના ધાર્મીક તથા સાંસારિક બંને પ્રકારના કા
માં વિજય આપે છે. પણ તે ભાવનાને ઉત્તમ વિધિ પ્રથમ જાણુ જોઈએ. શ્રદ્ધા અને દઢતા–એ ભાવનાના અંગે છે. તે જ્યારે બરાબર પાળવામાં આવે છે, ત્યારેજ ભાવના ફળને પ્રગટાવે છે. તે અંગેને બરાબર પાળ્યા વિના ભાવના ફળને આપતી નથી,
જ્યારે ભાવના ફળને ન આપે, ત્યારે કેટલાએક ભાવનાનું મહત્વ ઘટાડે છે. પણ તે પોતાના દોષને જોઈ શકતા નથી. ભાવનાના શ્રદ્ધા અને દઢતા–એ બે અંગે તેણે પાળ્યા છે કે નહિ ? ભાવના કરતી વખતે તેણે પોતાના શરીર તથા મનને બરાબર નિયમિત કર્યો છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com