________________
નિઃસ્પૃહતા.
૨૫૫ એકે શિષ્ય નથી, તેનું શું કારણ છે? મુનિ મંદ મંદ હસતા બોલ્યાદેવાનુપ્રિય શ્રાવકજી, મને શિષ્ય કરવાની સ્પૃહા નથી. કારણ કે, આજકાલ સર્વ રીતે ગ્ય એવા શિખે મળી શકતા નથી.
વર્તમાનકાળના મુનિઓ શિષ્યના પરિવારમાં પોતાની પ્રતિષ્ઠા માને છે, અને પિતાની વિદ્વત્તા કૃતાર્થ થયેલી ગણે છે, પણ હું તેને વિપરીત સમજું છું. કારણ કે, ઘણા શિષ્યને લઈને ઉપાધિ વધે છે, અને સર્વની જુદી જુદી પ્રવૃતિઓ સાચવવામાં એટલી બધી મુશ્કેલી નડે છે કે, તે પિતાના સ્વાધ્યાય અને ધર્મધ્યાન કરવામાં વિધરૂપ થઈ પડે છે. તેથી હું એકાકી નિઃસ્પૃહ થઈ વિચરું . અને નિરૂપાધિ થઈ આત્મસાધન કરવામાં સદા તત્પર રહું છું. મારા મનમાં વૃદ્ધવયને વિષે વૈયાવચ્ચ કરવા માટે એક શિષ્ય કરવાની ઈચ્છા છે, પણ
જ્યારે કેઈ સર્વ રીતે એગ્ય પુરૂષ મળે, ત્યારે તેને દીક્ષા આપી શિષ્ય કરો, એવી ધારણા રાખી છે. જ્યાં સુધી યોગ્ય પુરૂષ ન મળે, ત્યાં સુધી એ ઉપાધિમાં પડવું નહિ, એ મેં નિશ્ચય કરે છે. આ વખતે એક તરૂણ શ્રાવક બેઠે થઈ બે -“મહારાજ, હું આ નગરને એક ગૃહ
સ્થ શ્રાવકને પુત્ર છું, મારા માતાપિતા ગુજરી ગયાં છે, મારા ઘરની સ્થિતિ સારી છે, મારી યુવાન સ્ત્રી હમણુંજ ગુજરી ગઈ છે. હું પુનઃ વિવાહ કરવાની ઈચ્છા રાખતે હતે. પણ આજે આપને ધર્મોપદેશ સાંભળી મને આ સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયેલ છે, માટે કૃપા કરી મને દીક્ષા આપે. આપના જેવા પવિત્ર ગુરૂની સેવા ભક્તિ કરી હું મારા સાધુ જીવનને કૃતાર્થ કરીશ.” તેની આવી વાણી સાંભળી તે મુનિ હાસ્ય કરતાં બેલ્યા–“ભદ્ર, તારી પવિત્ર ઈચ્છા જોઈ હું પ્રસન્ન થયે છું, પણ તારી મુખમુદ્રા ઉપરથી જણાય છે કે, તારા ઘરમાં એક ચંડાળ સ્ત્રી ભરાઈ બેઠી છે. જ્યારે એ અધમ સ્ત્રીને તે દૂર કરીશ, ત્યારે તારામાં ચારિત્રની યેગ્યતા આવશે, પછી હું તને ખુશીથી ચારિત્ર આપીશ.” તારા જેવા બીજા ઘણુ પુરૂષે મારી પાસે દીક્ષા લેવા આવે છે, પણ હું તે દરેકના ઘરમાં ચાંડાલીને રહેલી જેવું છું, તેથી મેં તેએમાંથી કોઈને પણ ચારિત્ર આપ્યું નથી. હજુ સુધી એ ચાંડાલીને દૂર કરનાર કોઈપણ પુરૂષ મારા જોવામાં આવ્યું નથી.”
મુનિનાં આ વચન સાંભળી બધા શ્રોતાઓ અને તે શ્રાવક આશ્ચર્ય પામી ગયા. શ્રાવકે સત્રાંત થઈને પૂછ્યું, “મહાનુભાવ, આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com