________________
૨૪૪
જૈન શશિકાન્ત. કરું, તે તું એક ચિત્તે સાંભળજે– આ આત્મા એટલે જે ચેતન સ્વરૂપી જીવ, તે નિશ્ચય નયની દૃષ્ટિએ અલિપ્ત છે–નિર્લેપ છે. અર્થાત્ કર્મણુના સંસર્ગથી રહિત છે. કારણકે, તે આત્મા અનુત્પન્ન, અવિ. નષ્ટ, સ્થિર, એકરૂપ અને કર્તા અને ભક્તાપણાથી રહિત છે. અને વ્યવહાર નથી જોતાં, તે આત્મા કર્મથી સંઝિલષ્ટ છે. તેથી તે શુદ્ધ અશુદ્ધતાથી બદ્ધ અને લિપ્ત કહેવાય છે. જ્ઞાનગી નિર્લેપ એટલે શુદ્ધ નિરંજન આત્મા છે, એમ દર્શાવનારી દષ્ટિથી શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતે આત્માને શુદ્ધ કરે છે. અર્થાત્ રાગાદિ બંધનને નિષેધ કરવાથી આમા કર્મમળ રહિત થાય છે. અને તપ આવશ્યકાદિ ક્રિયામાં પ્રવર્તમાન થઈ “અનાદિ પ્રવાહિક કર્મમળથી હું લિસ છે, માટે શદ્ધ થાઉં? એમ વિચારી મહામેહ વગેરે દેષના રિકવાથી તે આત્માને નિર્મળ કરે છે. કારણકે, મહાદેષની નિવૃત્તિ કિયાના બળથી થાય છે, અને સૂક્ષ્મ દેષની નિવૃત્તિ જ્ઞાનના બળથી થાય છે.
યતિશિષ્ય પ્રશ્ન કર્યો–ગુરૂમહારાજ, તે જ્ઞાનબળ અને ક્રિયાબળ બને એકી સાથે પ્રાપ્ત થઈ શકે કે, જુદા જુદા પ્રાપ્ત થઈ શકે? તે વિષે મને સ્પષ્ટ કરીને સમજાવે.
ગુરૂએ આનંદના ઉલ્લાસથી જણાવ્યું, પ્રિય શિષ્ય, જ્ઞાન અને ને કિયા એ જુદાં જુદાં દેખાય છે. પણ તે એકજ છે. જીવને જ્ઞાન અને ક્રિયારૂપી બે નેત્રે સાથેજ ઉઘડે છે. તેમાં કઈવાર જ્ઞાન મુખ્ય અને કિયા ઐણ અને કોઈ વાર ક્રિયા મુખ્ય અને જ્ઞાન ગણ એમ જે દેખવામાં આવે છે, તે ગુણસ્થાનની ભૂમિકાના ભેદને આશ્રીને દેખવામાં આવે છે. કહેવાનો આશય એ છે કે, જીવને જ્ઞાન અને ક્રિયાને લાભ સાથેજ થાય છે. એટલે જ્ઞાનનેત્ર અને ક્રિયાનેત્ર ઉઘાડવાને જ્ઞાન અને ક્રિયાને એકીભાવ સાથેજ થાય છે. પરંતુ કાળભેદે કરીને થતું નથી. કારણકે જ્ઞાનનો રૂચિ અને ક્રિયાની રૂચિભેદે કરીને થતી નથી. પરંતુ સમ્યગુષ્ટિ જીવને વિષે ભૂમિકા એટલે, દેશ પ્રમત્ત, સર્વ પ્રમત્ત, અપ્રમત્ત, સરાગ, વીતરાગાદિ સંયમવાનની અવસ્થા એ ભૂમિકાને ભેદ એટલે કાળ ગુણ વગેરેથી થયેલી ભિન્નતાતેણે કરીને એક એકની મુખ્યતા થાય છે–એટલે કવચિત્ ક્રિયાની મુખ્યતા થાય છે, અને કવચિત્ જ્ઞાનની મુખ્યતા થાય છે. અર્થાત્ જ્ઞાન અને ક્રિયાને એકીભાવ છે. કઈ વખતે જ્ઞાનની મુખ્યતાની સાથે ક્રિયાની ગણતા હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com