________________
૨૪૨
જેને શશિકાન્ત. આ સંસારમાં દરેક ગૃહસ્થાવાસી લિપ્ત થયા વગર રહેતો નથી. જે પુરૂષ સ્વાર્થ તત્પર ન હોય, તે પુરૂષજ તેમાંથી બચી શકે છે. અને બીજે જે જ્ઞાસિદ્ધ હય, તે લે પાસે નથી. જે પ્રાણી પોતાના દેહમાં, કુટુંબમાં અને ધનમાં મમત્વ ભાવ રાખે છે, તે સ્વાથી ગણાય છે, અને તે સ્વાથી મનુષ્ય આ સંસારમાં લિપ્ત થઈ સાંસારિક આધિ, વ્યાધિને જોક્તા થાય છે. એવા પ્રાણીઓ આ કાજળમય મલિન - હાવાસમાં રહી પાપ કર્મરૂપી ધૂળથી ઢંકાય છે. અને જે જ્ઞાનવાનું મુનિ હોય, તે બંધના હેતુથી લપાતો નથી.
આ પુદ્ગલ ભાવને હું ક નથી, કરાવનાર નથી અને અનુમંતા–અનુમોદન કરનાર નથી.” આવા જ્ઞાનવાળો આત્મા કદિ પણ લેપતે નથી—–તે નિલેપ આમાં કહેવાય છે. પરમાણુથી થયેલ દેહ, કર્મ, પાંચ વિષ, ગતિ, જાતિ, આકાર અને ગાદિક ભાવતે બધા પુલ ભાવ કહેવાય છે. તેવા પુલ ભાવને હું કાં નથી–સ્વતંત્ર નિષ્પાદક નથી, હું જ્ઞાનવાન છું-શુદ્ધાત્મા છું. કારણ કે, તે પરભાવ હોવાથી તેનું કત્તાંપણું તે તેના સ્વભાવને વિષે રહેલું છે. વળી હું પુગલ ભાવને કરાવનાર નથી, એટલે પુદગલ ભાવનું નિ. પાદન બીજાની પાસે કરાવનાર નથી. તેમજ તેના ગુણને પક્ષપાતી પણ હું નથી.” આ રીતે પોતાના સ્વરૂપને જાણનારે જ કદિપણ લેપ નથી.
' હે શિ, વળી જે જીવ એવું ચિંતવે છે કે, “દેહાદિરૂપ પુદગલને સ્કંધ–સમૂડ પુદ્ગલથી લેવાય છે. એટલે પુદ્ગલથી કરેલ ઉપચય તેમાં જ થાય છે. આમામાં તે નથી. જે હું આત્મા છું, તે ભિન્ન સત્તા સ્વભાવને લઈને મિશ્રિત થતું નથી. જેમ આકાશ અંજનથી લેપતું નથી, તેમ મારા આત્માની શુદ્ધ સત્તામાં કર્મનો આલેખ થતું નથી. ચેતનની સામે અચેતન મિશ્ર થાયજ નહીં.”
આ પ્રમાણે ચિંતવતો આમ સ્વસ્વભાવને અનુસરી પરિણામને લઈને લેપતું નથી. તે ખરેખર નિલેષ આત્મા કહેવાય છે.
'હે શિષ્ય, ઉપર કહેલા આત્માથી વિરૂદ્ધ વર્તનારે જે આત્મા છે. તે સલેપ ગણાય છે. તે એલપ આમા સ્વસ્વરૂપના અજ્ઞાનથી -
ગતિમાં આવી જાય છે, અને તે અનેક પ્રકારના કર્મબંધમાં બંને ધાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com