________________
૨૩૪
જૈન શશિકાન્ત, છે. કારણકે, ભેજનની અંદર જે પદાર્થો આવે છે, તે ઈદ્રિને વિકાર ઉત્પન્ન કરનારા છે. અને કેઈવાર તે રેગના કારણભૂત પણ થાય છે. અતિશય માદક પદાર્થો ખાવાથી અજીર્ણ રહે છે, અને તેમાંથી જવર તથા રૂધિર વિકારના અનેક રેગે ઉત્પન્ન થઈ આવે છે. અને વખતે અતિસાર થઈ મરણ પણ થઈ જાય છે. જે પદાર્થો તમે સ્વાદથી જમે છે, તે પદાર્થો તમારા ઉદરમાં ચિરકાળ ટકતા નથી. બીજે દિવસે તે વિષ્ટારૂપે બાહર નીકળી જાય છે, અને પછી તેવી તેવી અતૃપ્તિ રાખે છે. તમે દિવસમાં ગમે તેટલીવાર સ્વાદિષ્ટ ભજન ભે, તોપણ તે ક્ષણવારે જીર્ણ થઈ જાય છે. એટલે પાછી બળવાન સુધા લાગે છે. તેથી તે ભજનની તૃપ્તિ શાશ્વત નથી. તે તે માત્ર ભેજ્ય પદાર્થના પર પુદગલથી ઉત્પન્ન થયેલી ક્ષણિક તૃપ્તિ છે. આવી ક્ષણિક દ્રવ્યતૃપ્તિને મેળવી રાજી થવું, એ મોટામાં મોટું અજ્ઞાન છે. ઉત્તમ પુરૂષે કદિ પણ તેવી શુદ્ર તૃપ્તિને તૃપ્તિ કહેતા નથી, પણ તેને અતૃપ્તિ કહે છે.
- ભદ્ર, હવે ખરી તૃપ્તિ કઈ કહેવાય? એ વાત તમારે ધ્યાનથી મનન કરવાની છે, તે સાંભળે. જે તે ખરી તૃપ્તિનું સ્વરૂપ તમારા જાણવામાં આવશે, તે પછી એ ક્ષણિક દ્રવ્યતૃપ્તિ તમને જરા પણ રૂચિકર લાગશે નહિ. માટે ખરી તૃપ્તિનું સ્વરૂપ કેવું છે? તે તમે સાં. ભળે – જૈન શાસ્ત્રકારો મનની સ્વસ્થતાને શાંતિ કહે છે. એટલે
જ્યારે માણસનું મન કોઈ જાતની ઉપાધિથી મુક્ત હોય, તેમાં કોઈ જાતની ચિંતા ઉત્પન્ન થતી ન હોય, તે શાંતિ કહેવાય છે. એવી શાંતિ મેળવવાને શાંતરસની જરૂર છે. એ શાંતરસને સ્વાદ અદભુત છે.
જ્યારે એ શાંતરસનો સ્વાદ પ્રાપ્ત થાય, ત્યારે માણસને જે તૃપ્તિ થાય છે, તે અતીન્દ્રિય છે. અર્થાત્ ઇદ્રિના વિષયમાં ન આવે તેવી છે. આવી તૃપ્તિ ચિરકાળ ટકે છે, અને તેનાથી મનુષ્ય અદ્ભુત આનંદને અનુભવ કરે છે. તેવી તૃપ્તિ જિલ્ડ ઇંદ્રિયને ષસને સ્વાદ ચખાડે, તે પણ શાંતરસના જે સ્વાદ તેને પ્રાપ્ત થતું નથી. કારણકે, શાંતરસના સ્વાદમાં રવભાવને અનુસરનારી અને નિર્વેદસ્થાયી એવી જીવની પરિણતિ છે. વળી આ સંસારમાં જેટલી અભિમાનને લઈને તૃપ્તિ છે, તે બધી સ્વમાની જેમ મિથ્યા છે. જે આત્મવીર્યના વિપાકથી બ્રાંતિવગરની તૃપ્તિ છે. તેજ ખરેખરી તૃપ્તિ છે. સંસારની જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com