________________
| ક્રિયા.
૨૨૭ તેજ ઉત્તમ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે સિવાય એકલી કિયાથી કે એકલા જ્ઞાનથી સિદ્ધિ થતી નથી. જે જ્ઞાન હોય, અને ક્રિયા ન હોય, તે તે જ્ઞાન નકામું છે, અને ક્રિયા હાય, અને જ્ઞાન ન હેય, તે તે ક્રિયા નકામી છે. વટેમાર્ગુ સારી રીતે રસ્તાને જાણ હાય, પણ જો તે ગતિ કરે નહિ, તે તે ધારેલા ગામમાં પહોંચી શકતા નથી. તે વિચારને અનુસરતું એક પદ્ય શ્રીયશોવિજયજી ઉપધ્યાય લખે છે –
" क्रियाविरहितं हंत ज्ञानमात्रमनर्थकम् । गति विना पयझोऽपि नाप्नोति पुरमिप्सितम्" ॥१॥
યિા વગરનું જ્ઞાન નિરર્થક છે. રસ્તાને જાણનારે મુસાફર પણ ગતિ કર્યા વિના ઈચ્છિત નગરમાં પહોંચતા નથી.”
વળી ઉપાધ્યાયજી ભાષામાં પણ લખે છે. “કિયા બિના જ્ઞાન નહિ કબહું, કિયા જ્ઞાન બિનું નાહિં, કિયા જ્ઞાન દે મિલત રહતુહે,
જે જલરસ જલ માંહિં. દીપક પ્રકાશિત હોય, પણ તેલ અને વાટ વગેરેની અપેક્ષા રાખે છે; તેમ જ્ઞાનથી પૂર્ણ એ આત્મા અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે. જે પુરૂ કિયાને બાહ્યભાવ જાણીને તેની ઉપેક્ષા કરે છે, તેઓ મુખમાં કેળી નાખ્યા વિના તૃપ્તિની ઈચ્છા રાખનારા છે.
હે વિનીત શિ, તેથી ઉત્તમ ફળની ઈચ્છા રાખનારા પુરૂએ હમેશાં કિયા માર્ગને અનુસરીને જ પ્રવર્તન કરવું જોઈએ. તે વિષે એક મનોરંજક દષ્ટાંત સાંભળવા જેવું છે.
કે ઈએક પટેલ ગાડામાં બેસીને મુસાફરીએ જતા હતા. તેની મુસાફરી લાંબી હતી. આગળ જાતાં એક વિકટ માગ આવ્યો. તે મા
ને પ્રસાર કરવાને પટેલે સાવધાનીથી પિતાનું ગાડું હાંકવા માંડયું. કેટલીએક મુશ્કેલીઓ તેને નડી તથાપિ તે પટેલે હીંમતથી પોતાનું ગાડું આગળ ચલાવ્યું. થોડે દૂર જતાં એક વિષમ જગ્યા આવી. જે. વામાં ગાડું એ વિષમ જગ્યાએ આવ્યું, ત્યાં તેમાંથી એક ચક્ર નીકળી પડયું. ચક નીકળતાંજ તે ગાડાના બેલ ચમક્યા, અને રાશ તેડીને નાશી ગયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com