________________
૨૨૪
જૈન શશિકાન્ત,
છી અમારૂં' મરણુજ શરણુ છે. તારા શિવાય અમે એક ક્ષણવાર ૫છુ રહી શકવાનાં નથી, અમારા ગૃહાવાસના પૂર્ણ લાભ તારામાંજ ૨હેલા છે. વત્સ, અમારા વૃદ્ધ ઉપર દયા લાવી એ વિચાર કરીશ નહુિ અમે તારા તીર્થરૂપ માતાપિતા છીએ. અમારા વચનને અનુસરીશ, તેા તારા આત્માના ઉદ્ધાર થશે. ” આ પ્રમાણે લલિતને કહી તેમણે મહાત્માને કહ્યું, “ મહાનુભાવ, આ બાળકને સમજાવી અમારા મનોરથ પૂર્ણ કરો. એ બાળક જો આગ્રહ કરી ચાલ્યા જશે, તે અ મે દુઃખના મહાસાગરમાં મગ્ન થઇ જઇશું. અમારૂ' જીવન દુઃખમય થઇ જશે, અને અમારી વૃદ્ધાવસ્થા વિપત્તિનું સ્થાન થઇ પડશે. આપ કૃપાળુ મહાત્મા અમારા ઉપર દયા કરો, અને આ અલ્પમતિ ખ:ળકને સમજાવી અમારા શાકાતુર હૃદયને શાંતિ આપે. ’
મહાત્માએ હસતાં હસતાં કહ્યું, “ ભદ્ર, તમે નિશ્ચિંત રહેા. આ તમારા પુત્ર ત્યારે તમારાથી વિયુક્ત થઇ શકશે નહીં. હજી તેને સંસારનું ભેનિક કમ બાકી છે. આ વખતે જે તેને બેધ થયે છે. તે તેના પૂર્વ કર્મનું ફળ છે. પવિત્ર પૂર્વકના પ્રભાવથી તેને જાતિસ્મરણ થઇ આવ્યુ છે. તેની મનોવૃત્તિમાં ત્યાગનું સ્વરૂપ પ્ર કાશિત થઇ ગયું છે, તથાપિ તે તમારા સહવાસમાંથી મુક્ત થઇ શકે તેમ નથી. તેનાં ભાગ્યકમાં તેને આકર્ષી મા સૌંસારમાં મળાત્કારે રાખશે. ”
((
સુભાનુ અને સુમતિને આવાંવચનથી શાંત કરી તે મહાત્માએ લલિતને ઉદ્દેશીને કહ્યું, વત્સ, તારા ઉત્તમ વિચારો સાંભળી હું પ્રસન્ન થયે। છું, પણ . તે તારા વિચારે સાંપ્રતકાળે સફળ થય, તેમ નથી. હજી તારા મસ્તક ઉપર ભગનિક ક ાગ્રત છે. જ્યાંસુધી ભાગ્યકર્મ જાગ્રત હાય, ત્યાંસુધી આત્મા આ સંસારમાંથી મુક્ત થઇ શકે તેમ નથી, ’
મહાત્માએ આ પ્રમાણે કહ્યું, ત્યાં તે બાળક પોતાના પૂર્વરૂપને પ્રાપ્ત થઇ ગયા. તરત તે રૂદન કરતા તેની માતા સુમતિ પાસે આવ્યા. માતા ઉમંગથી તે અર્ભકને ભેટી હૃદય સાથે દાખવા લાગી. તે જોઇ સુભાનુ પણ હૃદયમાં આનંદ પામી ગયા, અને દ્રુ‘પતી પુત્રના માહુમાં મગ્ન થઇ ગયાં. તેવામાં ત્યાં આવેલા પેલા મહાત્મા અદશ્ય થઈ ચાલ્યા ગયા. લલિતને તેડી અને દંપતી ઘરની બાહેર આવ્યાં, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com