________________
ત્યાગ.
ની પાસે દીક્ષા લઈ આ સંસારના વિકટ માર્ગને છોડી ચાલી નીકળ્યા છે, અને મારી માતાએ કેઈ સાધ્વીની પાસે ચારિત્ર લીધું છે. આ ખબર સાંભળી મારા મનને વિશેષ શાંતિ થઈ છે.
હે ભદ્ર દંપતી, તેથી તમે આ તમારા પુત્ર લલિતની ચિંતા રાખશો નહીં. દરેક પ્રાણ પોતપોતાના કર્મને આધીન છે, અને કર્મના પ્રભાવથી તેને સુખદુઃખ મળ્યા કરે છે. તમે તમારા મનમાં એવું રાખશે નહીં કે, “આ લલિત પુત્ર અમારા વિના દુઃખી થશે. જે તેનાં કર્મ સારાં હશે, તે તે તમારા વિના પણ વિશેષ સુખી થશે. અમારા જેવા ગૃહ-કુટુંબને ત્યાગ કરી વનમાં રહેનારા એગિઓને પણ આ શ્રય મળી રહે છે. તમારે સંસારી જીને દ્રવ્યગૃહ તથા દ્રવ્યકુટુંબ હોય છે, ત્યારે અમારે ભાવગૃહ તથા ભાવકુટુંબ હોય છે. અમારૂં ભાવગ્રહ અને ભાવકુટુંબ તમારા દ્રવ્યગૃહ તથા દ્રવ્યકુટુંબથી ચડીઆતું છે. જે આ તમારા લલિતનું પુણ્ય ચડી આતું હશે, તે તે ભાવગૃહ અને ભાવકુટુંબ મેળવી તમારાથી પણ વધારે સુખ મેળવશે.”
મહાત્માનાં આ વચને સાંભળી સુભાનુ અને સુમતિ બંને સાનંદાશ્ચર્ય થઈ ગયાં. “અમે આ લલિતના આશ્રયદાતા માબાપ છીએ” એ અહંકાર તેમના હૃદયમાં શિથિલ થઈ ગયે, અને ગૃહકુટુંબનું અભિમાન નષ્ટ થઈ ગયું. સુભાનુએ વિનયથી અંજલિ જેડી પૂછયું, “મહાનુભાવ, ચિંતાથી દગ્ધ થયેલા અમારા હૃદયને આ પે ખરેખરી શાંતિ આપી છે. હવે આપે જે ભાવગૃહ અને ભાવકુટુંબ કહ્યું, તે કેવી રીતે ? તે અમને સમજાવે. આપને અમારી ઉ. પર મહાન ઉપકાર થશે. તે મહાત્મા મંદમંદ હાસ્ય કરતાં બેલ્યા, ભદ્ર, હું તમને ભાવગ્રહ અને ભાવકુટુંબનું વર્ણન કહી બતાવું, તે તમે સાવધાન થઈને સાંભળજો—આ જગતુ માં જે આ સંસારના ત્યાગી પુરૂષ છે, તેઓને શુદ્ધ ઉપયોગરૂપી પિસ્તા છે, અને ધૃતિરૂપી માતા છે. આ માતાપિતા તે તેમના ભાવ માતાપિતા કહેવાય છે. જે સારી રીતે પાલન પોષણ કરે, તે પિતા કહેવાય છે. તેથી મિથ્યાત્વ, સંશય, વિપર્યાસ અને અધ્યવસાય વગેરે દેષ રહિત
એ શુદ્ધ ઉપયોગ છે, તે ત્યાગીના સંયમનું સારી રીતે પાલન પિષણ કરે છે, તેથી તે ખરેખરા ભાવપિતા છે. લેકમાં જે ઉત્પાદક દ્ર વ્યપિતા છે, તે તેવી રીતને લાભ આપી શકતા નથી. તે પિતા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com