________________
ધ્યાન.
૧૮૩
અને ચેાથા ) પાયામાં રહી કાળ કરે, તે તે અવશ્ય માક્ષને પામે છે. હું વિનીત શિષ્યા, એ શુક્લ ધ્યાનના પ્રભાવ અદ્ભુત છે, અને તે ધ્યાનના પ્રભાવથી અનેક આત્માએ મેક્ષે ગયેલા છે.
યતિશિષ્યે પ્રશ્ન કર્યાં, ગુરૂમહારાજ, એ શુકલ ધ્યાનમાં રહેલા પુરૂષ કાંઇપણ જોઇ શકે કે નહિ ? તે મને સમજાવે.
ગુરૂ—હે વિનીત શિષ્ય, શુકલ ધ્યાનમાં રહેલા પ્રાણી કાંઇપણ જોઈ શકતા નથી. તેમ તેમને કાંઇપણ સાંસારિક ભાવ જોવાની ઇચ્છા રહેતી નથી. પણ જ્યારે તે શુક્લ ધ્યાનથી વિરામ પામે છે, ત્યારે તે ચાર વસ્તુને સારી રીતે જોઇ શકે છે. પ્રથમ તા તે આશ્રવને નાશ જોઇ શકે છે, બીજું આ સંસારના સ્વરૂપને જોઇ શકે છે, ત્રીજું ભવની પરપરાને દેખી શકે છે અને ચેાથું ખીજા પદાર્થની અંદર આભાના વિપરિણામ જોઇ શકે છે.
ગૃહસ્થ શિષ્ય—મહાનુભાવ, મે' ઘણા વિદ્વાને પાસેપી સાંભળ્યું છે કે, જૈનશાસ્ત્રમાં જે લેયાએ કહેલી છે, તે શુક્લ ધ્યાનમાં આવે છે, તે વાત કેવી રીતે છે? તે સમજાવેા,
ગુરૂ—હે ગૃહસ્થશિષ્ય, એ ખરી વાત છે. મનની એક જાતની વિચારની પરિણતિ તે લેશ્યા કહેવાય છે. શુક્લ ધ્યાનના પેહેલા એ પાયામાં એ લેશ્યા રહે છે, ત્રીજા પાયામાં શુકલ લેશ્યાજ રહે છે, અને ચેાથા પાયામાં એકે લેશ્યા રહેતી નથી, તે લેફ્યા શું કહેવાય અ નેતેના કેટલા પ્રકાર છે ? તે વિષે હું તમને ખીજે કાઇપ્રસંગે જણાવીશ.
સુનિ શિષ્ય હૈ ભગવત્ જેને શુકલ ધ્યાન થયું હાય, તેનાં શા શા ચિન્હા છે ? તે કહેા.
ગુરૂ—હે શિષ્ય, તે વિષે એક દૃષ્ટાંત છે, તેનું એકચિત્તે સાંભ ળ—કોઇ એક નગરમાં જીવસિંહ નામે રાજા હતા, તેની પાસે પાંચ હજૂરી માણસા રહેતા હતા. રાજા તેમની ઉપર સારે વિશ્વાસ રાખ તે અને તેમની સલાહ પ્રમાણે ચાલતા હતા. તે હુજુરી લેાકેા સ્વભા વે નઠારા અને દુરાચારી હતા, તેથી તેમણે રાજાને અવળે માર્ગે ચડાવા માંડયા. આથી વસ્તીમાં તે રાજાની ઘણી નિંદા થતી હતી. લેકા રાજાની અપકીર્ત્તિ કહેતા અને તેને અતિશય ધિક્કારતા હતા.
એક વખતે રાજાના અન્યાયથી ક‘ટાળી ગયેલા લેાકેા એકઠા થઈ વિચાર કરવા લાગ્યાકે, “ હવે આપણે શું કરવું? અને આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com