________________
સદ્વિચાર.
૧૬૭ તે પણ તેઓએ આગ્રહથી માન્યું નહિ, અને જે કીલે પિતે ગ્રહણ કરેલે છે, તે જ યાત્રાને સ્થળે લઈ જનારે છે, એમ માની તેઓએ તે તે કલા ઉપર પિતાના રથ હંકાર્યા.
હવે જે યાત્રાના માર્ગને ખરેખર કીલ હતું, તેને અનુસારે ચાલતે પેલે સંઘપતિ સારી રીતે સુખી થઈ યાત્રાને પવિત્ર સ્થળે પહોંચી ગયે, અને જે છે તેના રથની પાછળ ચાલ્યા હતા, તેઓ પણ સુખસમાધિએ તે સ્થળે પહોંચી ગયા હતા.
અહિં જે રથ બીજે કીલે ચાલ્યા હતા. તેઓ આગળ ગયા, ત્યાં તેજ માર્ગમાંથી બીજા સાત કલાઓ આડા ફાટેલા જોવામાં આવ્યા. તે વખતે તેઓમાં માંહોમાંહી મતભેદ થયે, અને તેમાંથી જુદા જુદા સાત કાફલાઓ તે સાતે કાલે પિતાપિતાના રથ હંકારી ચાલી નીકળ્યા. તેઓ બધા દુરાગ્રહને લઈને તે દરેક માર્ગે દુઃખી થયા. કઈ પણ યાત્રાને પવિત્ર સ્થળે પહોંચી શક્યા નહિ.
આ દાંતને ઉપનય એ છે કે, જે ધનાઢ્ય પુરૂષ યાત્રા કરવાને નીકળ્યો હતો, તે આ સંસારની યાત્રા કરવાને નીકળેલ પવિત્ર માર્થાનુસારી જીવ સમજે. જે યાત્રાને પવિત્ર સ્થળે તેને જવાનું છે, તે ધર્મનું સ્થળ સમજવું. જે બીજા યાત્રાળુઓ તે બીજા જે સમજવા. જે માર્ગમાં બે કલાઓ આવ્યા, તે કુવિચાર અને સુવિચાર સમજવા, અને જે રથ તે મન સમજવું. પવિત્ર માનુસારી જીવરૂપ સંઘપતિ જે સારે કીલે ચાલી યાત્રાને સ્થળે પહોંચ્યું, તે પિતાના મનને સુવિચારમાં જેડી ધર્મને માર્ગે ચાલ્યું હતું, અને તેથી તેને ધર્મની પ્રાપ્તિ થઈ હતી. તેના ઉપદેશથી જેઓ તેને અનુસર્યા હતા, તેઓ પણ માર્ગનુસારી ધર્મને પામ્યા હતા. જેઓ બીજે કીલે ચાલ્યા હતા, તેઓ કુવિચારે પ્રવર્યા હતા, અને તેથી તેઓ અવળે માર્ગે ચાલી ધર્મને પામ્યા ન હતા. તેમાંથી જે તેમને અનુસરેલા હતા, તેઓ પણ ધર્મથી વિમુખ થયા હતા. જે આગળ જતાં સાત કલાએ આવ્યા હતા, તે આ સંસારના સાત નઠારા વિચારે સમજવા. ચોરી, મૃષાવાદ, વ્યભિચાર, શેક, ચિંતા, ક્રોધ અને હિંસા કરવાના જે વિચારે આ જગતમાં પ્રાણીને અધર્મમાં જેડી અનેક જાતના લેશ આપે છે, તે સાત કિલાઓ સમજવા. તેવા કુવિચારે ચાલનાર પ્રાણીઓ કદિપણ ધર્મને પ્રાપ્ત થતા નથી, એથી તેઓ અનેક જાત- .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com