________________
જીવની શયન દશા.
૧૬૩
ળી તે જ્ઞાન સુરદાસે વિચાર્યું કે, “આ કઈ મેહ અને શયનદશામાં મગ્ન થયેલા જીવ લાગે છે, તે આવા જીવને બંધ કરે ઈ. એ.” આવું વિચારી સુરદાસે કહ્યું, “ભદ્ર, હું પૂર્વકર્મના યેગથી અં ધ થયે છું, એટલે મારામાં એ વિચાર ન આવ્યો, પણ તને રમતા વચ્ચે સુતાં વિચાર ન આવ્યું એ કેવી વાત કહેવાય?” સદા શયન કરનારા જીવે આ જગતમાં શા માટે જીવતા હશે?” જ્ઞાની સુરદાસનાં આ વચન સાંભળી રસદાસ કે ધાતુર થઈ બોલે-“અરે આંધળિા, આવું અસત્ય શું બોલે છે? અમે બંને મિત્રો રસ્તામાં ઉભા ઉભા વાતો કરીએ છીએ, અમારામાંથી કોઈપણ સુતા નથી. તેમ અને મે સદા શયન કરનારા નથી. તું આવું મૃષા બેલી શા માટે કર્મ બાંધે છે? : સુરદાસ આગ્રહથી બેલ્યો-ભાઈઓ, તમારી સાથે વાદ કર. છે તે યોગ્ય નથી, પણ તમે જ મૃષા બોલે છે. કારણકે, તમે સુતા છે, એમ હું સાબીત કરૂં, તે તમને સારું લાગે કે નહીં ? તમે તે શું? પણ ઘણા છે તમારી જેમ આ જગમાં સુતા જ રહે છે. આસ્તિક હૃદયના લેમિલે પૂછ્યું, ભદ્ર, તે કેવી રીતે? અમને સમજાવિ. સેમિલના પૂછવાથી તે સુરદાસ બે --ભાઈઓ, તમે કાંઈ સામાન્ય રીતે સુતા નથી, પણ સારી રીતે ગાઢ નિદ્રામાં વિધિથી સુતા છે “વળી ગાઢ નિદ્રામાં અને વિધિથી કેવી રીતે સુતા છીએ.”
મિલે ઈંતેજારીથી પૂછયું. સુરદાસ હૃદયમાં ઉત્સાહ લાવી બે -- સાંભળો, “એક સુંદર ચિત્રશાળામાં પલંગ પાથરી તેપર સારો એાછાડ પાથરી બીછાવેલી તળાઈમાં સુતા છે. તમને એવી ગાઢ નિદ્રા આવી છે કે, જેથી તમારાં નેત્ર ઘેનમાં ઘેરાએલાં છે. ઘર શ્વાસન ઇવનિથી તમારાં નસકોરાં બોલે છે, અને તેમાં વળી ત: મેને સ્વપ્નમાં આવે છે.” સુરદાસનાં આ વચનો સાંભળી સેમિલ અને રસદાસ બંને હસી પડ્યા. તેમણે હસતાં હસતાં કહ્યું, “ અરે ભાઈ ! તું શું દીવાને થયે છે? આવું અસંબદ્ધ કેમ બેલે છે? સુરદાસે હસીને કહ્યું, “ભાઈઓ, હું કહું છું તે સત્ય છે, પાન આપી સાંભળે; આ સંસારમાં તમારી જેમ ઘણું જ સુવે છે. કાયારૂપી એક ચિત્રશાળા છે. તેમાં કર્મરૂપી પલંગ છે. તેની અંદર માયાની શય્યા પાથરેલી છે. તે ઉપર મનની કલપનારૂપ ઓછાડની ચાદર પાથરેલી છે. તેમાં આ ચેતનરૂપ આત્મા અચેતનારૂપ નિદ્રામાં શયન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com